જીવદ્વાર ૪પ
तेई जिनराज जाके कहे विवहार गुन,
निहचै निरखि सुद्ध चेतनसौं चुके हैं।। २५।।
શબ્દાર્થઃ– વપુ-વાસસૌં=શરીરની ગંધથી. લુકે=છુપાઈ ગયા. ઢુકે=પ્રવેશ કર્યો.
ચુકે=જુદા.
અર્થઃ– જેમના શરીરની આભા (તેજ) થી દશે દિશાઓ પવિત્ર થાય છે,
જેના તેજ આગળ બધા તેજવાળાઓ૧ લજ્જિત થાય છે, જેમનું રૂપ જોઈને
મહારૂપવાન૨ હાર માને છે. જેમના શરીરની સુગંધ પાસે બધી સુગંધ૩ છુપાઈ જાય
છે, જેમની દિવ્યવાણી સાંભળવાથી કાનોને સુખ થાય છે, જેમના શરીરમાં અનેક
શુભ લક્ષણો૪ આવી વસ્યાં છે; એવા તીર્થંકર ભગવાન છે. તેમના આ ગુણો
વ્યવહારનયથી કહ્યા છે, નિશ્ચયનયથી જુઓ તો શુદ્ધ આત્માના ગુણોથી આ દેહાશ્રિત
ગુણો ભિન્ન છે. ૨પ.
जामैं वालपनौ तरुनापौ वुद्धपनौ नाहिं,
आयु–परजंत महारूप महाबलहै।
बिना ही जतन जाके तनमैं अनेक गुन,
अतिसै–विराजमान काया निर्मलहै।।
जैसैं बिनु पवन समुद्र अविचलरूप,
तैसैं जाकौं मन अरु आसन अचलहै।
ऐसौ जिनराज जयवंत होउ जगतमैं,
जाकी सुभगति महा सुकृतकौ फल है।। २६।।
શબ્દાર્થઃ– તરુનાપૌ=યુવાની. કાયા=શરીર. અવિચળ=સ્થિર.
સુભગતિ=શુભભક્તિ.
_________________________________________________________________
૧. સૂર્ય, ચંદ્રમા વગેરે. ૨. ઈન્દ્ર, કામદેવ વગેરે ૩. મંદાર, સુપારિજાત વગેરે ફૂલોની. ૪ કમળ, ચક્ર,
ધ્વજા, કલ્પવૃક્ષ, સિંહાસન, સમુદ્ર આદિ ૧૦૦૮ લક્ષણ.
नित्यमविकारसुस्थितसर्वांगमपूर्वसहजलावण्यं।
अक्षोभमिव समुद्रं जिनेन्द्ररूपं परंजयति।। २६।।