જીવદ્વાર ૪૯
जिन सो जीव जीव सो जिनवर,
तन जिन एक न मानैकोइ।
ता कारन तनकी संस्तुतिसौं,
जिनवरकी संस्तुति नहि होइ।। ३०।।
અર્થઃ– વ્યવહારનયમાં શરીર અને આત્માની એકતા છે, પરંતુ નિશ્ચયનયમાં
બન્ને જુદા-જુદા છે. વ્યવહારનયમાં શરીરની સ્તુતિને જીવની સ્તુતિ ગણવામાં આવે
છે પરંતુ નિશ્ચયનયની દ્રષ્ટિથી તે સ્તુતિ મિથ્યા છે. નિશ્ચયનયમાં જે જિનરાજ છે તે
જ જીવ છે અને જે જીવ છે તે જ જિનરાજ છે. આ નય શરીર અને આત્માને એક
નથી માનતો એ કારણે નિશ્ચયનયથી શરીરની સ્તુતિ તે જિનરાજની સ્તુતિ થઈ
શકતી નથી.
વસ્તુસ્વરૂપની પ્રાપ્તિમાં ગુપ્ત લક્ષ્મીનું દ્રષ્ટાંત(સવૈયા એકત્રીસા)
ज्यौं चिरकाल गड़ी वसुधामहि,
भूरि महानिधि अंतर गूझी।
कोउ उखारि धरै महि ऊपरि,
जे द्रगवंत तिन्हैं सब सूझी।।
त्यौं यह आतमकी अनुभूति;
पडी जड़भाउ अनादि अरुझी।
नै जुगतागम साधि कही गुरु,
लच्छन–वेदि विचच्छन बूझी।। ३१।।
શબ્દાર્થઃ– ભૂરિ=પાણી. ગૂઝી=છુપાયેલી. મહિ=પૃથ્વી. અરૂઝી=ગુંચવાયેલી.
વિચચ્છન (વિચક્ષણ)=ચતુર. લચ્છનવેદિ=લક્ષણોના જાણનાર. બૂઝી=સમજયા.
_________________________________________________________________
इति परिचिततत्त्वैरात्मकायैकतायां
नयविभजनयुक्त्यात्यन्तमुच्छादितायाम्।
अवतरति न बोधो बोधमेवाद्य कस्य
स्वरसरभसकुष्टः प्रस्फुटन्नेक एव।। २८।।