Natak Samaysar (Gujarati). Gatha: 32 (Jiv Dvar).

< Previous Page   Next Page >


Page 50 of 444
PDF/HTML Page 77 of 471

 

background image
પ૦ સમયસાર નાટક
અર્થઃ– જેવી રીતે ઘણા સમયથી પૃથ્વીની અંદર દટાયેલ ઘણા ધનને ખોદીને
કોઈ બહાર મૂકી દે તો દ્રષ્ટિવાળાઓને તે બધું દેખાવા લાગે છે, તેવી જ રીતે
અનાદિ કાળથી અજ્ઞાનભાવમાં દબાયેલ આત્મજ્ઞાનની સંપત્તિને શ્રીગુરુએ નય,
યુક્તિ અને આગમથી સિદ્ધ કરીને સમજાવી છે, તેને વિદ્વાનો લક્ષણ વડે ઓળખીને
ગ્રહણ કરે છે.
વિશેષઃ– આ છંદમાં ‘દ્રગવંત’ પદ આપ્યું છે, તે જેવી રીતે બહાર કાઢેલું
ધન પણ આંખોવાળાને જ દેખાય છે- આંધળાઓને નથી દેખાતું તેવી જ રીતે
શ્રીગુરુ દ્વારા બતાવવામાં આવેલું તત્ત્વજ્ઞાન અંતર્દ્રષ્ટિ ભવ્યોને પ્રાપ્ત થાય છે, દીર્ધ
સંસારી અને અભવ્યોની બુદ્ધિમાં નથી આવતું. ૩૧.
ભેદવિજ્ઞાનની પ્રાપ્તિમાં ધોબીના વસ્ત્રનુ દ્રષ્ટાંત (સવૈયા એકત્રીસા)
जैसैं कोऊ जन गयौ धोबीके सदन तिन,
पर्हियौ परायौ वस्त्र मेरौ मानि रह्यौ है।
धनी देखि कह्यौ भैया यह तौ हमारौ वस्त्र,
चीन्हैं पहिचानत ही त्यागभाव लह्यौहै।।
तैसैंही अनादि पुदगलसौं संजोगी जीव,
संगके ममत्वसौं विभाव तामैं बह्यौ है।
भेदज्ञान भयौ जब आपौ पर जान्यौ तब
न्यारौ परभावसौं स्वभावनिजगह्यौ है।। ३२।।
શબ્દાર્થઃ– સદન=ઘર. વિભાવ=પર વસ્તુના સંયોગથી જે વિકાર થાય તે.
અર્થઃ– જેમ કોઈ મનુષ્ય ધોબીના ધેર જાય અને બીજાનું કપડું પહેરીને
પોતાનું માનવા લાગે, પરંતુ તે વસ્ત્રનો માલિક જોઈનેકહે કે આ તો મારું કપડું છે,
તો
_________________________________________________________________
अवतरति न यावद्वत्तिमत्यन्तवेगा
दनवमपरभावत्यागद्रष्टान्त्तद्रष्टिः।
झटिति सकलभावैरन्यदीयैर्विमुक्ता
स्वयमियमनुभूतिस्तावदाविर्बभूव।। २९।।