જીવદ્વાર પ૧
તે મનુષ્ય પોતાના વસ્ત્રનું ચિહ્ન જોઈને ત્યાગબુદ્ધિ કરે છે; તેવી જ રીતે આ
કર્મસંયોગી જીવ પરિગ્રહના મમત્વથી વિભાવમાં રહે છે અર્થાત્ શરીર આદિને
પોતાનું માને છે પરંતુ ભેદવિજ્ઞાન થતાં જ્યારે સ્વ-પરનો વિવેક થઈ જાય છે તો
રાગાદિ ભાવોથી ભિન્ન પોતાના નિજ-સ્વભાવનું ગ્રહણ કરે છે. ૩૨.
નિજાત્માનું સત્ય સ્વરૂપ (અડિલ્લ છંદ)
कहै विचच्छन पुरुष सदा मैं एक हौं।
अपने रससौं र्भयौ आपनी टेक हौं।।
मोहकर्म मम नांहि नांहि भ्रमकूप है।
सुद्ध चेतना सिंधु हमारौ रूप है।। ३३।।
શબ્દાર્થઃ– ટેક=આધાર. મમ=મારું. સિંધુ=સમુદ્ર.
અર્થઃ– જ્ઞાની પુરુષ એવો વિચાર કરે છે કે હું સદૈવ એકલો છું, પોતાના
જ્ઞાન-દર્શન રસથી ભરપૂર પોતાના જ આધારે છું, ભ્રમજાળનો કૂપ મોહકર્મ મારું
સ્વરૂપ નથી! નથી* ! ! મારું સ્વરૂપ તો શુદ્ધ ચૈતન્યસિંધુ છે. ૩૩.
તત્ત્વજ્ઞાન થતાં જીવની અવસ્થાનું વર્ણન (સવૈયા એકત્રીસા)
तत्त्वकी प्रतीतिसौं लख्यौ है निजपरगुन,
द्रग ज्ञानचरन त्रिविधि परिनयौ है।
विसद विवेक आयौ आछौ विसराम पायौ,
आपुहीमैं आपनौ सहारौ सोधि लयौ है।।
कहत बनारसी गहत पुरुषारथकौं,
सहज सुभावसौं विभाव मिटि गयौ है।
_________________________________________________________________
*અહીં બે વાર ‘નથી’ કહીને વિષયનું સમર્થન કર્યું છે.
सर्वतः स्वरसनिर्भरभावं चेतये स्वयमहं स्वमिहैकम्।
नास्ति नास्ति मम कश्चन मोहः शुद्धचिद्घनमहोनिधिरस्मि।। ३०।।
इति सति सह सर्वैरन्यभावैर्विवेक स्वयमयमुपयोगो बिभ्रदात्मानमेकम्
प्रकटितपरमार्थैर्दर्शनज्ञानवृत्तैः कृतपरिणतिरात्माराम एव प्रवृत्तः।। ३१।।