અજીવદ્વાર
(૨)
અજીવ અધિકારનું વર્ણન કરવાની પ્રતિજ્ઞા (દોહરા)
जीव तत्त्व अधिकार यह, कह्यौ प्रगट समुझाय।
अब अधिकार अजीवकौ, सुनहु चतुर चित लाय।। १।।
શબ્દાર્થઃ– ચતુર=વિદ્વાન. ચિત્ત=મન. લાય=લગાડીને.
અર્થઃ– આ પહેલો અધિકાર જીવતત્ત્વનો સમજાવીને કહ્યો, હવે અજીવતત્ત્વનો
અધિકાર કહે છે, હે વિદ્વાનો! તે મન દઈને સાંભળો. ૧.
મંગલાચરણ ભેદવિજ્ઞાન દ્વારા પ્રાપ્ત પૂર્ણજ્ઞાનને વંદન.
(સવૈયા એકત્રીસા)
परम प्रतीति उपजाय गनधरकीसी,
अंतर अनादिकी विभावता विदारी है।
भेदग्यान द्रष्टिसौं विवेककी सकति साधि,
चेतन अचेतनकी दसा निरवारी है।।
करमकौ नासकरि अनुभौ अभ्यास धरि,
हिएमैं हरखि निज उद्धता सँभारी है।
अंतराय नास भयौ सुद्ध परकास थयौ,
ग्यानकौ विलास ताकौं वंदना हमारी है।। २।।
શબ્દાર્થઃ– પ્રતીતિ=શ્રદ્ધાન. વિભાવના.=મિથ્યાદર્શન. વિદારી=નાશ કર્યો.
નિરવારી=દૂર કરી. હિએમૈં=હૃદયમાં. હરખિ=આનંદિત થઈને. ઉદ્વતા=ઉત્કૃષ્ટતા.
વિલાસ=આનંદ.
_________________________________________________________________
जीवाजीवविवेकपुष्कलद्रशा प्रत्याययत्पार्षदाः
नासंसारनिबद्धबंन्धनविधिध्वंसाद्विशुद्धं स्फुटत्।
आत्माराममनन्तधाम महसाध्यक्षेण नित्योदितं
धीरोदात्तमनाकुलं विलसति ज्ञानं मनोह्लादयत्।। १।।