Natak Samaysar (Gujarati). Gatha: 3 (Ajiv Dvar).

< Previous Page   Next Page >


Page 56 of 444
PDF/HTML Page 83 of 471

 

background image
પ૬ સમયસાર નાટક
અર્થઃ– ગણધર* સ્વામી જેવું દ્રઢ શ્રદ્ધાન ઉત્પન્ન કરીને, અનાદિકાળથી
લાગેલ અંતરંગનું મિથ્યાત્વ નષ્ટ કર્યું અને ભેદજ્ઞાનની દ્રષ્ટિથી જ્ઞાનની શક્તિ સિદ્ધ
કરીને જીવ-અજીવનો નિર્ણય કર્યો, પછી અનુભવનો અભ્યાસ કરીને કર્મોનો નાશ
કર્યો તથા હૃદયમાં હર્ષિત થઈને પોતાની ઉત્કૃષ્ટતા સંભાળી, જેથી અંતરાયકર્મ નાશ
પામ્યું અને શુદ્ધ આત્માનો પ્રકાશ અર્થાત્ પૂર્ણજ્ઞાનનો આનંદ પ્રગટ થયો. તેને મારા
નમસ્કાર છે. ૨.
શ્રીગુરુની પારમાર્થિક શિક્ષા(સવૈયા એકત્રીસા)
भैया जगवासी तू उदासी व्हैकैं जगतसौं,
एक छ महीना उपदेश मेरौ मानु रे।
और संकलप विकलपके विकार तजि,
बैठिकैं एकंत मन एक ठौरु आनु रे।
तेरौ घट सर तामैं तूही है कमल ताकौ,
तूही मधुकर व्है सुवास पहिचानु रे।
प्रापति न व्हैहै कछु ऐसौ तू विचारतु है,
सही व्हैहै प्रापति सरूप यौंही जानु रे।। ३।।
શબ્દાર્થઃ– જગવાસી=સંસારી. ઉદાસી=વિરક્ત. ઉપદેશ=શિખામણ. સંકલપ-
વિકલપ (સંકલ્પ-વિકલ્પ)=રાગ-દ્વેષ. વિકાર=વિભાવ પરિણતિ. તજિ=છોડીને.
એકંત (એકાન્ત)=એકલો, જ્યાં કોઈ અવાજ, ઉપદ્રવ વગેરે ન હોય ત્યાં.
ઠૌરુ=સ્થાન. ઘટ=હૃદય. સર=તળાવ. મધુકર=ભમરો. સુવાસ=પોતાની સુગંધ.
પ્રાપતિ (પ્રાપ્તિ)=મિલન. હ્નૈહૈ=થશે. સહી=ખરેખર. યૌંહી=એવું જ.
અર્થઃ– હે ભાઈ, સંસારી જીવ, તું સંસારથી વિરક્ત થઈને એક છ
_________________________________________________________________
* આત્માનુશાસનમાં આજ્ઞા આદિ દસ પ્રકારનાં સમ્યકત્વોમાંથી ગણધરસ્વામીને અવગાઠ સમ્યકત્વ
કહ્યું છે.
विरम किमपरेणाकार्यकोलाहलेन
स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम्।
हृदयसरसि पुंसः पुद्गलाद्भिन्नधाम्नो
ननु किमनुपलब्धिर्भातिकिं चोपलब्धिः।। २।।