પ૮ સમયસાર નાટક
આત્મજ્ઞાનનું પરિણામ (કવિત્ત)
जब चेतन सँभारि निज पौरुष,
निरखै निजद्रगसौं निज मर्म।
तब सुखरूप विमल अविनासिक,
जानै जगतसिरोमनिधर्म।।
अनुभौ करै सुद्ध चेतनकौ,
रमै स्वभाव वमैसब कर्म।
इहि विधि सधै मुकतिकौ मारग,
अरुसमीप आवै सिव सर्म।। ५।।
શબ્દાર્થઃ– પૌરુષ=પુરુષાર્થ. નિરખૈ=જુએ. દ્રગ=નેત્ર. મર્મ=અસલપણું.
અવિનાસી=નિત્ય. જગત સિરોમનિ=સંસારમાં સૌથી ઉત્તમ. ધર્મ=સ્વભાવ.
રમૈ=લીન થાય. વમૈ= ઉલટી કરે (છોડી દે.) ઇહિ વિધિ= આ રીતે, મુકતિ
(મુક્તિ)=મોક્ષ. સમીપ= પાસે. સિવ (શિવ)=મોક્ષ. સર્મ=આનંદ.
અર્થઃ– જ્યારે આત્મા પોતાની શક્તિને સંભાળે છે અને જ્ઞાનનેત્રોથી પોતાના
અસલ સ્વભાવને ઓળખે છે ત્યારે તે આત્માનો સ્વભાવ આનંદરૂપ, નિર્મળ, નિત્ય
અને લોકનો શિરોમણિ જાણે છે, તથા શુદ્ધ ચૈતન્યનો અનુભવ કરીને પોતાના
સ્વભાવમાં લીન થઈને સંપૂર્ણ કર્મદળને દૂર કરે છે. આ પ્રયત્નથી મોક્ષમાર્ગ સિદ્ધ
થાય છે અને નિરાકુળતાનો આનંદ નિકટ આવે છે. પ.
જડ–ચેતનની ભિન્નતા(દોહરા)
वरनादिक रागादि यह, रूप हमारौ नांहि।
एक ब्रह्म नहि दूसरौ, दीसै अनुभव मांहि।। ६।।
_________________________________________________________________
सकलमपि विहायाह्याय चिच्छक्तिरिक्तम्
स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रं।
झममुपरि चरन्तं चारु विश्वस्य साक्षात्
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तं।। ४।।
वर्णाद्या वा रागमोहादयो वा भिन्ना भावाः सर्व एवास्य पुंसः।
तेनैवास्तस्वत्त्वतःपश्यतोऽमी नो द्रष्टाः स्युर्द्रष्टमेकं परं स्यात्।। ५।।