અજીવદ્વાર પ૯
શબ્દાર્થઃ– બ્રહ્મ=શુદ્ધ આત્મા દીસૈ=દેખાય છે.
અર્થઃ– શરીર સંબંધી રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિ અથવા રાગ-દ્વેષ આદિ
વિભાવ સર્વ અચેતન છે, એ અમારું સ્વરૂપ નથી; આત્માનુભવમાં એક બ્રહ્મ સિવાય
બીજું કાંઈ જ નથી ભાસતું. ૬.
દેહ અને જીવની ભિન્નતા પર બીજું દ્રષ્ટાંત (દોહરા)
खांडो कहिये कनककौ, कनक–म्यान–संयोग।
न्यारौ निरखत म्यानसौं,लोह कहैं सब लोग।। ७।।
શબ્દાર્થઃ– ખાંડો=તલવાર. કનક=સોનું. ન્યારૌ=જુદી. નિરખત=જોવામાં આવે
છે.
અર્થઃ– સોનાના મ્યાનમાં રાખેલી લોઢાની તલવાર સોનાની કહેવામાં આવે
છે. પરંતુ જ્યારે તે લોઢાની તલવાર સોનાના મ્યાનમાંથી જુદી કરવામાં આવે છે
ત્યારે લોકો તેને લોઢાની જ કહે છે.
ભાવાર્થઃ– શરીર અને આત્મા એકક્ષેત્રાવગાહ સ્થિત છે. સંસારી જીવ
ભેદવિજ્ઞાનના અભાવથી શરીરને જ આત્મા સમજી જાય છે; પરંતુ જ્યારે
ભેદવિજ્ઞાનમાં તેમની ઓળખાણ કરવામાં આવે છે ત્યારે ચિચ્ચમત્કાર આત્મા જુદો
ભાસવા લાગે છે અને શરીરમાંથી આત્મબુદ્ધિ ખસી જાય છે. ૭.
જીવ અને પુદ્ગલની ભિન્નતા (દોહરા)
वरनादिक पुदगल–दसा, धरै जीव बहु रूप।
वस्तु विचारत करमसौं, भिन्न एक चिद्रूप।। ८।।
શબ્દાર્થઃ– દશા=અવસ્થા. બહુ=ઘણા. ભિન્ન=જુદા. ચિદ્રૂપ
(ચિત્+રૂપ)=ચૈતન્યરૂપ.
_________________________________________________________________
निर्वर्त्यते येन यदत्र किंचित्तदेव तत्स्यान्न कथं च नान्यत्।
रुक्मेण निर्वृत्तमिहासिकोशं पश्यन्ति रुक्मंन कथंचनासिं।। ६।।
वर्णादिसामग्रयमिदं विदन्तु निर्माणमेकस्य हि पुद्गलस्य।
ततोऽस्त्विदं पुद्गल एव नात्मा यतः स विज्ञानघनस्ततोऽन्यः।। ७।।