૬૦ સમયસાર નાટક
અર્થઃ– રૂપ, રસ, આદિ પુદ્ગલના ગુણ છે, એના નિમિત્તથી જીવ અનેક રૂપ
ધારણ કરે છે. પરંતુ જો વસ્તુસ્વરૂપનો વિચાર કરવામાં આવે તો તે કર્મથી તદ્ર્ન
ભિન્ન એક ચૈતન્યમૂર્તિ છે.
ભાવાર્થઃ– અનંત સંસારમાં સંસરણ કરતો જીવ, નર, નારક, આદિ જે અનેક
પર્યાયો પ્રાપ્ત કરે છે તે બધી પુદ્ગલમય છે અને કર્મજનિત છે, જો વસ્તુસ્વભાવનો
વિચાર કરવામાં આવે તો તે જીવની નથી, જીવ તો શુદ્ધ, બુદ્ધ, નિર્વિકાર, દેહાતીત
અને ચૈતન્યમૂર્તિ છે. ૮.
દેહ અને જીવની ભિન્નતા પર બીજું દ્રષ્ટાંત (દોહરા)
ज्यौं घट कहिये घीवकौ, घटकौ रूप न घीव।
त्यौं वरनादिक नामसौं, जड़ता, लहै न जीव।। ९।।
શબ્દાર્થઃ– જયૌં=જેવી રીતે. ઘટ=ઘડો. જડતા=અચેતનપણું.
અર્થઃ– જેવી રીતે ઘીના સંયોગથી માટીના ઘડાને ઘીનો ઘડો કહે છે પરંતુ
ઘડો ઘીરૂપ નથી થઈ જતો, તેવી જ રીતે શરીરના સંબંધથી જીવ નાનો, મોટો,
કાળો, ધોળો વગેરે અનેક નામ મેળવે છે પણ તે શરીરની પેઠે અચેતન થઈ જતો
નથી.
ભાવાર્થઃ– શરીર અચેતન છે અને જીવનો તેની સાથે અનંતકાળથી સંબંધ છે
તોપણ જીવ શરીરના સંબંધથી કદી અચેતન નથી થતો, સદા ચેતન જ રહે છે. ૯.
આત્માનું પ્રત્યક્ષ સ્વરૂપ (દોહરા)
निराबाध चेतन अलख, जाने सहज स्वकीव।
अचल अनादि अनंत नित, प्रगट जगतमैं जीव।। १०।।
શબ્દાર્થઃ– નિરાબાધ=શાતા-અશાતાની બાધારહિત. ચેતન=જ્ઞાનદર્શન.
અલખ=
_________________________________________________________________
घृतकुम्माभिधानेऽपिकुम्भो घृतमयो न चेत्।
जीवो वर्णादिमज्जीव जल्पनेऽपि न तन्मयः।। ८।।
अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फुटम्।
जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते।। ९।।