૬૨ સમયસાર નાટક
આદિ ચાર અજીવદ્રવ્ય અમૂર્તિક છે, આ રીતે અજીવદ્રવ્ય મૂર્તિક અને અમૂર્તિક બે
ભેદરૂપ છે; જીવ પણ અમૂર્તિક છે તેથી અમૂર્તિક વસ્તુનું ધ્યાન કરવું વ્યર્થ છે આત્મા
સ્વયંસિદ્ધ, સ્થિર, ચૈતન્યસ્વભાવી, જ્ઞાનામૃતસ્વરૂપ છે, આ સંસારમાં જેમને પરિપૂર્ણ
અમૃતરસનો સ્વાદ લેવાની અભિલાષા છે તે આવા જ આત્માનો અનુભવ કરે છે.
ભાવાર્થઃ– લોકમાં છ દ્રવ્ય છે, તેમાં એક જીવ અને પાંચ અજીવ છે; અજીવ
દ્રવ્ય મૂર્તિક અને અમૂર્તિકના ભેદથી બે પ્રકારના છે, પુદ્ગલ મૂર્તિક છે અને ધર્મ,
અધર્મ, આકાશ, કાળ-એ ચાર અમૂર્તિક છે. જીવ પણ અમૂર્તિક છે. જ્યારે જીવ
સિવાય અન્ય પણ અમૂર્તિક છે તો અમૂર્તિકનું ધ્યાન કરવાથી જીવનું ધ્યાન થઈ
શકતું નથી*, માટે અમૂર્તિકનું ધ્યાન કરવું એ અજ્ઞાન છે, જેમને સ્વાત્મરસ
આસ્વાદન કરવાની અભિલાષા છે તેમને માત્ર અમૂર્તિકપણાનું ધ્યાન ન કરતાં શુદ્ધ
ચૈતન્ય, નિત્ય, સ્થિર અને જ્ઞાનસ્વભાવી આત્માનું ધ્યાન કરવું જોઈએ.૧૧.
મૂઢ સ્વભાવ વર્ણન (સવૈયા તેવીસા)
चेतन जीव अजीव अचेतन,
लच्छन–भेद उभैपद न्यारे।
सम्यक्द्रष्टि–उदोत विचच्छन,
भिन्न लखै लखिकैं निरधारे।।
जे जगमांहि अनादि अखंडित,
मोह महामदके मतवारे।
ते जड़ चेतन एक कहैं,
तिन्हकीफिरि टेक टरै नहि टारे।। १२।।
_________________________________________________________________
* એનાથી અતિવ્યાપ્તિ દોષ આવે છે.
जीवादजीवमिति लक्षणतो विभिन्नं
ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तं।
अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति।। ११।।