રાજહંસ દૂધ અને પાણીને જુદા-જુદા કરી નાખે છે તેવી જ રીતે વિવેક વડે જીવ
અને પુદ્ગલને જુદા કરવા, પુદ્ગલોમાંથી અહંબુદ્ધિ અથવા રાગ-દ્વેષ હટાવીને
નિજસ્વરૂપમાં લીન થવું જોઈએ અને “તેરૌ ઘટ સર તામૈં તૂંહી હૈ કમલ તાકૈં, તૂંહી
મધુકર હૈ સ્વવાસ પહચાન રે”ની શિખામણનો હમેશાં અભ્યાસ કરવો જોઈએ.