૬૮ સમયસાર નાટક
અર્થઃ– જીવ પહેલાં અજ્ઞાનની દશામાં કહેતો હતો કે, હું હમેશાં એકલો જ
કર્મનો કર્તા છું, બીજો કોઈ નથી; પરંતુ જ્યારે અંતરંગમાં વિવેક થયો અને સ્વપરનો
ભેદ સમજ્યો ત્યારે સમ્યગ્જ્ઞાન પ્રગટ થયું, મોટી ભૂલ મટી ગઈ, છયે દ્રવ્યગુણ-
પર્યાય સહિત જણાવા લાગ્યાં, બધાં દુઃખો નાશ પામ્યાં અને પૂર્ણ પરમાત્માનું સ્વરૂપ
દેખાવા લાગ્યું, પુદ્ગલ પિંડને કર્મનો કર્તા માન્યો, પોતે સ્વભાવનો કર્તા થયો.
ભાવાર્થઃ– સમ્યગ્જ્ઞાન થતાં જીવ પોતાને સ્વભાવનો કર્તા અને કર્મનો અકર્તા
જાણવા લાગે છે. ૨.
जाही समै जीव देहबुद्धिकौ विकार तजै,
वेदत सरूप निज भेदत भरमकौं।
महा परचंड मति मंडन अखंड रस,
अनुभौ अभ्यासि परगासत
परमकौं।।
ताही समै घटमैं न रहै विपरीत भाव,
जैसैं तम नासै भानु प्रगटि धरमकौं।
ऐसी दसा आवै जब साधक कहावै तब,
करता ह्वेकैसे करै पुग्गलकरमकौं।। ३।।
શબ્દાર્થઃ– વેદત=ભોગવે છે. ભેદત=નષ્ટ કરે છે. પરચંડ(પ્રચંડ)તેજસ્વી.
વિપરીત=ઊલટું. તમ=અંધકાર. ભાનુ=સૂર્ય. હ્વૈ=થઈને.
અર્થઃ– જ્યારે જીવ શરીરમાં અહંબુદ્ધિનો વિકાર છોડી દે છે અને મિથ્યાબુદ્ધિ
નષ્ટ કરીને નિજસ્વરૂપનો સ્વાદ લે છે તથા અત્યંત તીવ્ર બુદ્ધિને સુશોભિત કરનાર
પૂર્ણ રસથી ભરેલા અનુભવના અભ્યાસથી પરમાત્માનો પ્રકાશ કરે છે ત્યારે સૂર્યના
_________________________________________________________________
परपरिणतिमुज्झत् खंडयद्भेदवादा–
निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः।
ननु कथमवकाशः कर्तृकर्मप्रवृत्ते–
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः।। २।।