Niyamsar (Gujarati). Gatha: 35-36.

< Previous Page   Next Page >


Page 71 of 380
PDF/HTML Page 100 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૭૧
संखेज्जासंखेज्जाणंतपदेसा हवंति मुत्तस्स
धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु ।।३५।।
लोयायासे तावं इदरस्स अणंतयं हवे देसा
कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा ।।३६।।
संख्यातासंख्यातानंतप्रदेशा भवन्ति मूर्तस्य
धर्माधर्मयोः पुनर्जीवस्यासंख्यातप्रदेशाः खलु ।।३५।।
लोकाकाशे तद्वदितरस्यानंता भवन्ति देशाः
कालस्य न कायत्वं एकप्रदेशो भवेद्यस्मात।।३६।।

षण्णां द्रव्याणां प्रदेशलक्षणसंभवप्रकारकथनमिदम् ષટ્દ્રવ્યરૂપી રત્નોની માળા ભવ્યોના કંઠના આભરણને અર્થે બહાર કાઢી છે. ૫૧.

અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને,
અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫.
અણસંખ્ય લોકાકાશમાંહી, અનંત જાણ અલોકને,
છે કાળ એકપ્રદેશી, તેથી ન કાળને કાયત્વ છે. ૩૬.

અન્વયાર્થઃ[मूर्तस्य] મૂર્ત દ્રવ્યને [संख्यातासंख्यातानंतप्रदेशाः] સંખ્યાત, અસંખ્યાત અને અનંત પ્રદેશો [भवन्ति] હોય છે; [धर्माधर्मयोः] ધર્મ, અધર્મ [पुनः जीवस्य] તેમ જ જીવને [खलु] ખરેખર [असंख्यातप्रदेशाः] અસંખ્યાત પ્રદેશો છે.

[लोकाकाशे] લોકાકાશને વિષે [तद्वत्] ધર્મ, અધર્મ તેમ જ જીવની માફક (અસંખ્યાત પ્રદેશો) છે; [इतरस्य] બાકીનું જે અલોકાકાશ તેને [अनंताः देशाः] અનંત પ્રદેશો [भवन्ति] છે. [कालस्य] કાળને [कायत्वं न] કાયપણું નથી, [यस्मात्] કારણ કે [एकप्रदेशः] તે એકપ્રદેશી [भवेत्] છે.

ટીકાઃઆમાં છ દ્રવ્યોના પ્રદેશનું લક્ષણ અને તેના સંભવનો પ્રકાર કહેલ છે. (અર્થાત્ આ ગાથામાં પ્રદેશનું લક્ષણ તેમ જ છ દ્રવ્યોને કેટલા કેટલા પ્રદેશ હોય છે તે કહ્યું છે).