Niyamsar (Gujarati). Shlok: 51.

< Previous Page   Next Page >


Page 70 of 380
PDF/HTML Page 99 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

अस्य हि द्रव्यत्वमेव, इतरेषां पंचानां कायत्वमस्त्येव बहुप्रदेशप्रचयत्वात् कायः काया इव कायाः पंचास्तिकायाः अस्तित्वं नाम सत्ता सा किंविशिष्टा ? सप्रतिपक्षा, अवान्तरसत्ता महासत्तेति तत्र समस्तवस्तुविस्तरव्यापिनी महासत्ता, प्रतिनियतवस्तुव्यापिनी ह्यवान्तरसत्ता समस्तव्यापकरूपव्यापिनी महासत्ता, प्रतिनियतैक- रूपव्यापिनी ह्यवान्तरसत्ता अनन्तपर्यायव्यापिनी महासत्ता, प्रतिनियतैकपर्यायव्यापिनी ह्यवान्तरसत्ता अस्तीत्यस्य भावः अस्तित्वम् अनेन अस्तित्वेन कायत्वेन सनाथाः पंचास्तिकायाः कालद्रव्यस्यास्तित्वमेव, न कायत्वं, काया इव बहुप्रदेशाभावादिति

(आर्या)
इति जिनमार्गाम्भोधेरुद्धृता पूर्वसूरिभिः प्रीत्या
षड्द्रव्यरत्नमाला कंठाभरणाय भव्यानाम् ।।५१।।

છે. આને દ્રવ્યપણું જ છે, બાકીનાં પાંચને કાયપણું (પણ) છે જ.

બહુ પ્રદેશોના સમૂહવાળું હોય તે ‘કાય’ છે. ‘કાય’ કાય જેવાં (શરીર જેવાં અર્થાત્ બહુપ્રદેશોવાળાં) હોય છે. અસ્તિકાયો પાંચ છે.

અસ્તિત્વ એટલે સત્તા. તે કેવી છે? મહાસત્તા અને અવાંતરસત્તાએમ સપ્રતિપક્ષ છે. ત્યાં, સમસ્ત વસ્તુવિસ્તારમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત વસ્તુમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે; સમસ્ત વ્યાપક રૂપમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક રૂપમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે; અનંત પર્યાયોમાં વ્યાપનારી તે મહાસત્તા છે, પ્રતિનિયત એક પર્યાયમાં વ્યાપનારી તે અવાંતરસત્તા છે. પદાર્થનો अस्ति’ એવો ભાવ તે અસ્તિત્વ છે.

આ અસ્તિત્વથી અને કાયત્વથી સહિત પાંચ અસ્તિકાયો છે. કાળદ્રવ્યને અસ્તિત્વ જ છે, કાયત્વ નથી, કારણ કે કાયની માફક તેને બહુ પ્રદેશોનો અભાવ છે.

[હવે ૩૪ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ] એ રીતે જિનમાર્ગરૂપી રત્નાકરમાંથી પૂર્વાચાર્યોએ પ્રીતિપૂર્વક

૭૦ ]

૧. સપ્રતિપક્ષ = પ્રતિપક્ષ સહિત; વિરોધી સહિત. (મહાસત્તા અને અવાંતરસત્તા પરસ્પર વિરોધી છે.)
૨. પ્રતિનિયત = નિયત; નિશ્ચિત; અમુક જ.
૩.
अस्ति= છે (અસ્તિત્વ = હોવાપણું)