મહાવીરથી ચાલ્યું આવતું જ્ઞાન આચાર્યોની પરંપરાથી ભગવાન કુંદકુંદાચાર્યદેવને પ્રાપ્ત થયું.
તેમણે પંચાસ્તિકાયસંગ્રહ, પ્રવચનસાર, સમયસાર, નિયમસાર, અષ્ટપાહુડ આદિ શાસ્ત્રો
રચ્યાં. આ રીતે દ્વિતીય શ્રુતસ્કંધની ઉત્પત્તિ થઈ. તેમાં એકંદરે જ્ઞાનને પ્રધાન કરીને
શુદ્ધદ્રવ્યાર્થિક નયથી કથન છે, આત્માના શુદ્ધ સ્વરૂપનું વર્ણન છે.
ભગવાન શ્રી મહાવીરસ્વામી અને ગણધર ભગવાન શ્રી ગૌતમીસ્વામી પછી તુરત જ
ભગવાન કુંદકુંદાચાર્યનું સ્થાન આવે છે. દિગંબર જૈન સાધુઓ પોતાને કુંદકુંદાચાર્યની
પરંપરાના કહેવરાવવામાં ગૌરવ માને છે. ભગવાન કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રો સાક્ષાત્
ગણધરદેવનાં વચનો જેટલાં જ પ્રમાણભૂત મનાય છે. તેમના પછી થયેલા ગ્રંથકાર આચાર્યો
પોતાના કોઈ કથનને સિદ્ધ કરવા માટે કુંદકુંદાચાર્યદેવનાં શાસ્ત્રોનું પ્રમાણ આપે છે એટલે
એ કથન નિર્વિવાદ ઠરે છે. તેમના પછી લખાયેલા ગ્રંથોમાં તેમનાં શાસ્ત્રોમાંથી થોકબંધ
અવતરણો લીધેલાં છે. ખરેખર ભગવાન કુંદકુંદાચાર્યે પોતાનાં પરમાગમોમાં તીર્થંકરદેવોએ
પ્રરૂપેલા ઉત્તમોત્તમ સિદ્ધાંતોને જાળવી રાખ્યા છે અને મોક્ષમાર્ગને ટકાવી રાખ્યો છે. વિ.
સં. ૯૯૦માં થઈ ગયેલા શ્રી દેવસેનાચાર્યવર તેમના દર્શનસાર નામના ગ્રંથમાં
(કુંદકુંદાચાર્યદેવે) પોતે પ્રાપ્ત કરેલા જ્ઞાન વડે બોધ ન આપ્યો હોત તો મુનિજનો સાચા માર્ગને
કેમ જાણત?’’ બીજો એક ઉલ્લેખ આપણે જોઈએ, જેમાં કુંદકુંદાચાર્યદેવને કળિકાળસર્વજ્ઞ
કહેવામાં આવ્યા છેઃ ‘‘પદ્મનંદી, કુંદકુંદાચાર્ય, વક્રગ્રીવાચાર્ય, એલાચાર્ય ગૃધ્રપિચ્છાચાર્ય
જેમણે પૂર્વવિદેહમાં જઈને સીમંધરભગવાનને વંદન કર્યું હતું અને તેમની પાસેથી મળેલા
શ્રુતજ્ઞાન વડે જેમણે ભારતવર્ષના ભવ્ય જીવોને પ્રતિબોધ કર્યો છે એવા જે શ્રી
જિનચંદ્રસૂરિભટ્ટારકના પટ્ટના આભરણરૂપ કળિકાળસર્વજ્ઞ (ભગવાન કુંદકુંદાચાર્યદેવ) તેમણે
રચેલા આ ષટ્પ્રાભૃત ગ્રંથમાં........સૂરીશ્વર શ્રી શ્રુતસાગરે રચેલી મોક્ષપ્રાભૃતની ટીકા
સમાપ્ત થઈ.’’ આમ ષટ્પ્રાભૃતની શ્રી શ્રુતસાગરસૂરિકૃત ટીકાના અંતમાં લખેલું છે. ભગવાન