भक्ति प्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितांघ्रेः ।
एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः ।।६१।।
इह हि शुद्धात्मनः समस्तविभावाभावत्वमुक्त म् ।
[શ્લોકાર્થઃ] ભક્તિથી નમેલા દેવેંદ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા આ સંતો જન્મ-જરા- મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સત્શીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ૬૧.
અન્વયાર્થઃ[आत्मा] આત્મા [निर्दण्डः] ૧નિર્દંડ, [निर्द्वन्द्वः] નિર્દ્વંદ્વ, [निर्ममः] નિર્મમ, [निःकलः] નિઃશરીર, [निरालंबः] નિરાલંબ, [नीरागः] નીરાગ, [निर्दोषः] નિર્દોષ, [निर्मूढः] નિર્મૂઢ અને [निर्भयः] નિર્ભય છે.
ટીકાઃઅહીં (આ ગાથામાં) ખરેખર શુદ્ધ આત્માને સમસ્ત વિભાવનો અભાવ છે એમ કહ્યું છે.
૮૮ ]
૧. નિર્દંડ = દંડ રહિત. (જે મનવચનકાયાશ્રિત પ્રવર્તનથી આત્મા દંડાય છે તે પ્રવર્તનને દંડ કહેવામાં આવે છે.)