स्फु टतरमवगाह्य स्वं च चिच्छक्ति मात्रम् ।
व्रजति न च विकल्पं संसृतेर्घोररूपम् ।
परपरिणतिदूरं याति चिन्मात्रमेषः ।।६०।।
‘‘[શ્લોકાર્થઃ] ચિત્શક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિત્શક્તિમાત્ર એવા નિજ આત્માનું અતિ સ્ફુટપણે અવગાહન કરીને, આત્મા સમસ્ત વિશ્વના ઉપર સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત્ અનુભવો.’’
‘‘[શ્લોકાર્થઃ] ચૈતન્યશક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ-સાર છે એવો આ જીવ એટલો જ માત્ર છે; આ ચિત્શક્તિથી શૂન્ય જે આ ભાવો છે તે બધાય પૌદ્ગલિક છે.’’
વળી (૪૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] સતતપણે અખંડ જ્ઞાનની સદ્ભાવનાવાળો આત્મા (અર્થાત્ ‘હું અખંડ જ્ઞાન છું’ એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા) સંસારના ઘોર વિકલ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પરપરિણતિથી દૂર, અનુપમ, ૧અનઘ ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને) પામે છે. ૬૦.