Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 86 of 380
PDF/HTML Page 115 of 409

 

background image
ગતિમાં પરિભ્રમણ કરનારા અર્થાત્ ઇતર) નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે;
વનસ્પતિકાયિક જીવોનાં દશ લાખ યોનિમુખ છે; દ્વીંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે;
ત્રીંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ચતુરિંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે;
દેવોનાં ચાર લાખ યોનિમુખ છે; નારકોનાં ચાર લાખ યોનિમુખ છે; તિર્યંચ જીવોનાં ચાર
લાખ યોનિમુખ છે; મનુષ્યોનાં ચૌદ લાખ યોનિમુખ છે. (બધાં થઈને ૮૪૦૦૦૦૦
યોનિમુખ છે.)
સૂક્ષ્મ એકેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સ્થૂલ એકેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, દ્વીંદ્રિય
પર્યાપ્ત ને અપર્યાપ્ત, ત્રીંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, ચતુરિંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત,
અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત
એવા
ભેદોવાળાં ચૌદ જીવસ્થાનો છે.
ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ,
સમ્યક્ત્વ, સંજ્ઞિત્વ અને આહારએવા ભેદસ્વરૂપ (ચૌદ) માર્ગણાસ્થાનો છે.
આ બધાં, તે ભગવાન પરમાત્માને શુદ્ધનિશ્ચયનયના બળે (શુદ્ધનિશ્ચયનયે) નથી
એમ ભગવાન સૂત્રકર્તાનો (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવનો) અભિપ્રાય છે.
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૩૫-૩૬મા બે શ્લોકો દ્વારા) કહ્યું છે કેઃ
वनस्पतिकायिकजीवानां दशलक्षयोनिमुखानि, द्वीन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि,
त्रीन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि, चतुरिन्द्रियजीवानां द्विलक्षयोनिमुखानि, देवानां
चतुर्लक्षयोनिमुखानि, नारकाणां चतुर्लक्षयोनिमुखानि, तिर्यग्जीवानां चतुर्लक्षयोनिमुखानि,
मनुष्याणां चतुर्दशलक्षयोनिमुखानि
स्थूलसूक्ष्मैकेन्द्रियसंज्ञ्यसंज्ञिपंचेन्द्रियद्वीन्द्रियत्रींद्रियचतुरिन्द्रियपर्याप्तापर्याप्तकभेदसनाथ-
चतुर्दशजीवस्थानानि गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्वसंज्ञ्या-
हारविकल्पलक्षणानि मार्गणास्थानानि एतानि सर्वाणि च तस्य भगवतः परमात्मनः
शुद्धनिश्चयनयबलेन न सन्तीति भगवतां सूत्रकृतामभिप्रायः
तथा चोक्तं श्रीमदमृतचंद्रसूरिभिः
૮૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-