છે, જેણે રાગરૂપી સમુદ્રના પૂરને નષ્ટ કર્યું છે, જેણે વિવિધ વિકારોને હણી નાખ્યા છે, જે
સાચા સુખસાગરનું નીર છે અને જેણે કામને અસ્ત કર્યો છે, તે સમયસાર મારું શીઘ્ર રક્ષણ
કરો. ૬૨.
[શ્લોકાર્થઃ] જે તત્ત્વનિષ્ણાત (વસ્તુસ્વરૂપમાં નિપુણ) પદ્મપ્રભમુનિના હૃદયકમળમાં
સુસ્થિત છે, જે નિર્વિકાર છે, જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે, અને જેને બુધપુરુષોએ
કલ્પનામાત્ર-રમ્ય એવાં ભવભવનાં સુખોથી તેમ જ દુઃખોથી મુક્ત (રહિત) કહ્યું છે, તે
પરમતત્ત્વ જયવંત છે. ૬૩.
[શ્લોકાર્થઃ] જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, તે આત્મા ભવથી વિમુક્ત થવા
અર્થે નિરંતર આ આત્માને ભજોકે જે (આત્મા) અનુપમ જ્ઞાનને આધીન છે, જે
સહજગુણમણિની ખાણ છે, જે (સર્વ) તત્ત્વોમાં સાર છે અને જે નિજ પરિણતિના
સુખસાગરમાં મગ્ન થાય છે. ૬૪.
[શ્લોકાર્થઃ] નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી ને ભોગથી પરાઙ્મુખ
(मालिनी)
जयति परमतत्त्वं तत्त्वनिष्णातपद्म-
प्रभमुनिहृदयाब्जे संस्थितं निर्विकारम् ।
हतविविधविकल्पं कल्पनामात्ररम्याद्
भवभवसुखदुःखान्मुक्त मुक्तं बुधैर्यत् ।।६३।।
(मालिनी)
अनिशमतुलबोधाधीनमात्मानमात्मा
सहजगुणमणीनामाकरं तत्त्वसारम् ।
निजपरिणतिशर्माम्भोधिमज्जन्तमेनं
भजतु भवविमुक्त्यै भव्यताप्रेरितो यः ।।६४।।
(द्रुतविलंबित)
भवभोगपराङ्मुख हे यते
पदमिदं भवहेतुविनाशनम् ।
भज निजात्मनिमग्नमते पुन-
स्तव किमध्रुववस्तुनि चिन्तया ।।६५।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૧