जननमृत्युरुजादिविवर्जितम् ।
समरसेन सदा परिपूजये ।।६६।।
मुक्तं पुरा सूत्रकृता विशुद्धम् ।
स्तद्भावयाम्युत्तमशर्मणेऽहम् ।।६७।।
निर्द्वन्द्वमक्षयविशालवरप्रबोधम् ।
सिद्धिं प्रयाति भवसंभवदुःखदूराम् ।।६८।।
ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫.
[શ્લોકાર્થઃ] જે અનાકુળ છે, *અચ્યુત છે, જન્મ-મૃત્યુ-રોગાદિ રહિત છે, સહજ નિર્મળ સુખામૃતમય છે, તે સમયસારને હું સમરસ (સમતાભાવ) વડે સદા પૂજું છું. ૬૬.
[શ્લોકાર્થઃ] એ રીતે પૂર્વે નિજજ્ઞ સૂત્રકારે (આત્મજ્ઞાની સૂત્રકર્તા શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવે) જે વિશુદ્ધ નિજાત્મતત્ત્વનું વર્ણન કર્યું અને જેને જાણીને ભવ્ય જીવ મુક્તિને પામે છે, તે નિજાત્મતત્ત્વને ઉત્તમ સુખની પ્રાપ્તિ અર્થે હું ભાવું છું. ૬૭.
[શ્લોકાર્થઃ] પરમાત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે, દોષ રહિત છે, નિર્દ્વંદ્વ છે અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાનસ્વરૂપ છે. જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે, તેઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે. ૬૮.
૯૨ ]
*અચ્યુત = અસ્ખલિત; નિજ સ્વરૂપથી નહિ ખસેલું.