इह हि परमस्वभावस्य कारणपरमात्मस्वरूपस्य समस्तपौद्गलिकविकारजातं न समस्तीत्युक्त म् । નિત્ય આનંદ આદિ અતુલ મહિમાનો ધરનાર છે, જે સર્વદા અમૂર્ત છે, જે પોતામાં અત્યંત અવિચળપણા વડે ઉત્તમ શીલનું મૂળ છે, તે ભવભયને હરનારા મોક્ષલક્ષ્મીના ઐશ્વર્યવાન સ્વામીને હું વંદું છું. ૬૯.
અન્વયાર્થઃ[वर्णरसगंधस्पर्शाः] વર્ણ-રસ-ગંધ-સ્પર્શ, [स्त्रीपुंनपुंसकादिपर्यायाः] સ્ત્રી- પુરુષ-નપુંસકાદિ પર્યાયો, [संस्थानानि] સંસ્થાનો અને [संहननानि] સંહનનો[सर्वे] એ બધાં [जीवस्य] જીવને [नो सन्ति] નથી.
[जीवम्] જીવને [अरसम्] અરસ, [अरूपम्] અરૂપ, [अगंधम्] અગંધ, [अव्यक्त म्] અવ્યક્ત, [चेतनागुणम्] ચેતનાગુણવાળો, [अशब्दम्] અશબ્દ, [अलिंगग्रहणम्] અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને [अनिर्दिष्टसंस्थानम्] જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો [जानीहि] જાણ.
ટીકાઃઅહીં (આ બે ગાથાઓમાં) પરમસ્વભાવભૂત એવું જે કારણપરમાત્માનું સ્વરૂપ તેને સમસ્ત પૌદ્ગલિક વિકારસમૂહ નથી એમ કહ્યું છે.