ये केचिद् अत्यासन्नभव्यजीवाः ते पूर्वं संसारावस्थायां संसारक्लेशायासचित्ताः सन्तः सहजवैराग्यपरायणाः द्रव्यभावलिंगधराः परमगुरुप्रसादासादितपरमागमाभ्यासेन सिद्धक्षेत्रं परिप्राप्य निर्व्याबाधसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवलसुखकेवलशक्ति युक्ताः सिद्धात्मानः कार्यसमयसाररूपाः कार्यशुद्धाः । ते याद्रशास्ताद्रशा एव भविनः शुद्धनिश्चयनयेन । येन कारणेन ताद्रशास्तेन जरामरणजन्ममुक्ताः सम्यक्त्वाद्यष्टगुणपुष्टितुष्टाश्चेति ।
જે કોઈ અતિ-આસન્ન-ભવ્ય જીવો થયા, તેઓ પૂર્વે સંસારાવસ્થામાં સંસારક્લેશથી થાકેલા ચિત્તવાળા થયા થકા સહજવૈરાગ્યપરાયણ થવાથી દ્રવ્ય-ભાવ લિંગને ધારણ કરીને પરમગુરુના પ્રસાદથી પ્રાપ્ત કરેલા પરમાગમના અભ્યાસ વડે સિદ્ધક્ષેત્રને પામીને અવ્યાબાધ (બાધા રહિત) સકળ-વિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન-કેવળદર્શન-કેવળસુખ-કેવળવીર્યયુક્ત સિદ્ધાત્માઓ થઈ ગયાકે જે સિદ્ધાત્માઓ કાર્યસમયસારરૂપ છે, *કાર્યશુદ્ધ છે. જેવા તે સિદ્ધાત્માઓ છે તેવા જ શુદ્ધનિશ્ચયનયથી ભવવાળા (સંસારી) જીવો છે. જે કારણે તે સંસારી જીવો સિદ્ધાત્માઓ જેવા છે, તે કારણે તે સંસારી જીવો જન્મજરામરણથી રહિત અને સમ્યક્ત્વાદિ આઠ ગુણોની પુષ્ટિથી તુષ્ટ છે ( – સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન, અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની સમૃદ્ધિથી આનંદમય છે).
[હવે ૪૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ] જે સુબુદ્ધિઓને તેમ જ કુબુદ્ધિઓને પ્રથમથી જ શુદ્ધતા છે, તેમનામાં કાંઈ પણ ભેદ હું કયા નયથી જાણું? (તેમનામાં ખરેખર કાંઈ પણ ભેદ અર્થાત્ તફાવત નથી.) ૭૧.
૯૮ ]
*કાર્યશુદ્ધ = કાર્ય-અપેક્ષાએ શુદ્ધ.