Niyamsar (Gujarati). Shlok: 70 Gatha: 47.

< Previous Page   Next Page >


Page 97 of 380
PDF/HTML Page 126 of 409

 

background image
પોતપોતાના ગુણો અને પર્યાયોથી યુક્ત સર્વ દ્રવ્યો અત્યંત જુદે જુદાં છે).’’
વળી (આ બે ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ‘‘બંધ હો કે ન હો (અર્થાત્ બંધાવસ્થામાં કે મોક્ષાવસ્થામાં), સમસ્ત
વિચિત્ર મૂર્તદ્રવ્યજાળ (અનેકવિધ મૂર્તદ્રવ્યોનો સમૂહ) શુદ્ધ જીવના રૂપથી વ્યતિરિક્ત છે’’
એમ જિનદેવનું શુદ્ધ વચન બુધપુરુષોને કહે છે. આ ભુવનવિદિતને (
આ જગતપ્રસિદ્ધ
સત્યને), હે ભવ્ય! તું સદા જાણ. ૭૦.
જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭.
અન્વયાર્થઃ[याद्रशाः] જેવા [सिद्धात्मानः] સિદ્ધ આત્માઓ છે [ताद्रशाः] તેવા [भवम्
आलीनाः जीवाः] ભવલીન (સંસારી) જીવો [भवन्ति] છે, [येन] જેથી (તે સંસારી જીવો
સિદ્ધાત્માઓની માફક) [जरामरणजन्ममुक्ताः] જન્મ-જરા-મરણથી રહિત અને [अष्टगुणालंकृताः]
આઠ ગુણોથી અલંકૃત છે.
ટીકાઃશુદ્ધદ્રવ્યાર્થિક નયના અભિપ્રાયે સંસારી જીવોમાં અને મુક્ત જીવોમાં તફાવત
નહિ હોવાનું આ કથન છે.
तथा हि
(मालिनी)
असति च सति बन्धे शुद्धजीवस्य रूपाद्
रहितमखिलमूर्तद्रव्यजालं विचित्रम्
इति जिनपतिवाक्यं वक्ति शुद्धं बुधानां
भुवनविदितमेतद्भव्य जानीहि नित्यम्
।।७०।।
जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होंति
जरमरणजम्ममुक्का अट्ठगुणालंकिया जेण ।।४७।।
याद्रशाः सिद्धात्मानो भवमालीना जीवास्ताद्रशा भवन्ति
जरामरणजन्ममुक्ता अष्टगुणालंकृता येन ।।४७।।
शुद्धद्रव्यार्थिकनयाभिप्रायेण संसारिजीवानां मुक्त जीवानां विशेषाभावोपन्यासोयम्
કહાનજૈનશાસ્ત્રમાળા ]
શુદ્ધભાવ અધિકાર
[ ૯૭
૧૩