संसृतावपि च नास्ति विशेषः ।
शुद्धतत्त्वरसिकाः प्रवदन्ति ।।७३।।
हेयोपादेयत्यागोपादानलक्षणकथनमिदम् ।
ये केचिद् विभावगुणपर्यायास्ते पूर्वं व्यवहारनयादेशादुपादेयत्वेनोक्ताः शुद्ध-
વળી (આ ૪૯મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ‘શુદ્ધનિશ્ચયનયથી મુક્તિમાં તેમ જ સંસારમાં તફાવત નથી;’ આમ જ ખરેખર, તત્ત્વ વિચારતાં ( – પરમાર્થ વસ્તુસ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતાં), શુદ્ધ તત્ત્વના રસિક પુરુષો કહે છે. ૭૩.
અન્વયાર્થઃ[पूर्वोक्त सकलभावाः] પૂર્વોક્ત સર્વ ભાવો [परस्वभावाः] પરસ્વભાવો છે, [परद्रव्यम्] પરદ્રવ્ય છે, [इति] તેથી [हेयाः] હેય છે; [अन्तस्तत्त्वं] અંતઃતત્ત્વ [स्वकद्रव्यम्] એવું સ્વદ્રવ્ય[आत्मा] આત્મા[उपादेयम्] ઉપાદેય [भवेत्] છે.
ટીકાઃઆ, હેય-ઉપાદેય અથવા ત્યાગ-ગ્રહણના સ્વરૂપનું કથન છે.
જે કોઈ વિભાવગુણપર્યાયો છે તેઓ પૂર્વે (૪૯મી ગાથામાં) વ્યવહારનયના કથન
૧૦૨ ]