સમ્યગ્જ્ઞાન [विद्यते] હોય છે, [चरणम्] ચારિત્ર (પણ) [भवति] હોય છે; [तस्मात्] તેથી
[व्यवहारनिश्चयेन तु] હું વ્યવહાર અને નિશ્ચયથી [चरणं प्रवक्ष्यामि] ચારિત્ર કહીશ.
[व्यवहारनयचरित्रे] વ્યવહારનયના ચારિત્રમાં [व्यवहारनयस्य] વ્યવહારનયનું
[तपश्चरणम्] તપશ્ચરણ [भवति] હોય છે; [निश्चयनयचारित्रे] નિશ્ચયનયના ચારિત્રમાં
[निश्चयतः] નિશ્ચયથી [तपश्चरणम्] તપશ્ચરણ [भवति] હોય છે.
ટીકાઃઆ, રત્નત્રયના સ્વરૂપનું કથન છે.
પ્રથમ, ભેદોપચાર-રત્નત્રય આ પ્રમાણે છેઃવિપરીત અભિનિવેશ રહિત
શ્રદ્ધાનરૂપ એવું જે સિદ્ધિના પરંપરાહેતુભૂત ભગવંત પંચપરમેષ્ઠી પ્રત્યેનું ચળતા-મલિનતા-
અગાઢતા રહિત ઊપજેલું નિશ્ચળ ભક્તિયુક્તપણું તે જ સમ્યક્ત્વ છે. વિષ્ણુબ્રહ્માદિકથિત
વિપરીત પદાર્થસમૂહ પ્રત્યેના અભિનિવેશનો અભાવ તે જ સમ્યક્ત્વ છેએવો અર્થ છે.
સંશય, વિમોહ ને વિભ્રમ રહિત (જ્ઞાન) તે જ સમ્યગ્જ્ઞાન છે. ત્યાં, જિન દેવ હશે કે
શિવ દેવ હશે ( – એવો શંકારૂપભાવ) તે સંશય છે; શાક્યાદિકથિત વસ્તુમાં નિશ્ચય
(અર્થાત્ બુદ્ધાદિએ કહેલા પદાર્થનો નિર્ણય) તે વિમોહ છે; અજ્ઞાનપણું (અર્થાત્ વસ્તુ શું
છે તે સંબંધી અજાણપણું) તે જ વિભ્રમ છે. પાપક્રિયાથી નિવૃત્તિરૂપ પરિણામ તે ચારિત્ર
છે. આમ ભેદોપચાર-રત્નત્રયપરિણતિ છે. તેમાં, જિનપ્રણીત હેય-ઉપાદેય તત્ત્વોનું જ્ઞાન તે
જ સમ્યગ્જ્ઞાન છે. આ સમ્યક્ત્વપરિણામનું બાહ્ય સહકારી કારણ વીતરાગ-સર્વજ્ઞના
મુખકમળમાંથી નીકળેલું સમસ્ત વસ્તુના પ્રતિપાદનમાં સમર્થ એવું દ્રવ્યશ્રુતરૂપ તત્ત્વજ્ઞાન જ
છે. જે મુમુક્ષુઓ છે તેમને પણ ઉપચારથી પદાર્થનિર્ણયના હેતુપણાને લીધે
रत्नत्रयस्वरूपाख्यानमेतत् ।
भेदोपचाररत्नत्रयमपि तावद् विपरीताभिनिवेशविवर्जितश्रद्धानरूपं भगवतां सिद्धि-
परंपराहेतुभूतानां पंचपरमेष्ठिनां चलमलिनागाढविवर्जितसमुपजनितनिश्चलभक्ति युक्त त्वमेव ।
विपरीते हरिहिरण्यगर्भादिप्रणीते पदार्थसार्थे ह्यभिनिवेशाभाव इत्यर्थः । संज्ञानमपि च
संशयविमोहविभ्रमविवर्जितमेव । तत्र संशयः तावत् जिनो वा शिवो वा देव इति । विमोहः
शाक्यादिप्रोक्ते वस्तुनि निश्चयः । विभ्रमो ह्यज्ञानत्वमेव । पापक्रियानिवृत्तिपरिणामश्चारित्रम् ।
इति भेदोपचाररत्नत्रयपरिणतिः । तत्र जिनप्रणीतहेयोपादेयतत्त्वपरिच्छित्तिरेव सम्यग्ज्ञानम् ।
अस्य सम्यक्त्वपरिणामस्य बाह्यसहकारिकारणं वीतरागसर्वज्ञमुखकमलविनिर्गतसमस्तवस्तु-
प्रतिपादनसमर्थद्रव्यश्रुतमेव तत्त्वज्ञानमिति । ये मुमुक्षवः तेऽप्युपचारतः पदार्थनिर्णयहेतुत्वात्
૧૦૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-