Niyamsar (Gujarati). Shlok: 75.

< Previous Page   Next Page >


Page 108 of 380
PDF/HTML Page 137 of 409

 

background image
વળી (આ શુદ્ધભાવ અધિકારની છેલ્લી પાંચ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર
મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] સહજ જ્ઞાન સદા જયવંત છે, તેવી (-સહજ) આ દ્રષ્ટિ સદા જયવંત
છે, તેવું જ (-સહજ) વિશુદ્ધ ચારિત્ર પણ સદા જયવંત છે; પાપસમૂહરૂપી મળની અથવા
કાદવની પંક્તિથી રહિત જેનું સ્વરૂપ છે એવી સહજપરમતત્ત્વમાં સંસ્થિત ચેતના પણ સદા
જયવંત છે. ૭૫.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના
ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી
નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં (અર્થાત
્ શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી
નિયમસાર પરમાગમની નિર્ગ્રંથ મુનિરાજ શ્રીપદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની
ટીકામાં)
શુદ્ધભાવ અધિકાર નામનો ત્રીજો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
तथा च
(मालिनी)
जयति सहजबोधस्ताद्रशी द्रष्टिरेषा
चरणमपि विशुद्धं तद्विधं चैव नित्यम्
अघकुलमलपंकानीकनिर्मुक्त मूर्तिः
सहजपरमतत्त्वे संस्थिता चेतना च
।।७५।।
इति सुकविजनपयोजमित्रपंचेन्द्रियप्रसरवर्जितगात्रमात्रपरिग्रहश्रीपद्मप्रभमलधारिदेवविरचितायां
नियमसारव्याख्यायां तात्पर्यवृत्तौ शुद्धभावाधिकारः तृतीयः श्रुतस्कन्धः ।।
૧૦૮ ]નિયમસાર