अहिंसाव्रतस्वरूपाख्यानमेतत् ।
कुलविकल्पो योनिविकल्पश्च जीवमार्गणास्थानविकल्पाश्च प्रागेव प्रतिपादिताः । अत्र पुनरुक्ति दोषभयान्न प्रतिपादिताः । तत्रैव तेषां भेदान् बुद्ध्वा तद्रक्षापरिणतिरेव
હવે વ્યવહારચારિત્ર અધિકાર કહેવામાં આવે છે.
અન્વયાર્થઃ — [जीवानाम्] જીવોનાં [कुलयोनिजीवमार्गणास्थानादिषु] કુળ, યોનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરે [ज्ञात्वा] જાણીને [तस्य] તેમના [आरम्भनिवृत्तिपरिणामः] આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે [प्रथमव्रतम्] પહેલું વ્રત [भवति] છે.
ટીકાઃ — આ, અહિંસાવ્રતના સ્વરૂપનું કથન છે.
કુળભેદ, યોનિભેદ, જીવસ્થાનના ભેદ અને માર્ગણાસ્થાનના ભેદ પહેલાં જ (૪૨મી ગાથાની ટીકામાં જ) પ્રતિપાદિત કરવામાં આવ્યા છે; અહીં પુનરુક્તિદોષના ભયથી પ્રતિપાદિત કર્યા નથી. ત્યાં કહેલા તેમના ભેદોને જાણીને તેમની રક્ષારૂપ પરિણતિ તે જ