૧૧૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
भवत्यहिंसा । तेषां मृतिर्भवतु वा न वा, प्रयत्नपरिणाममन्तरेण सावद्यपरिहारो न भवति ।
अत एव प्रयत्नपरे हिंसापरिणतेरभावादहिंसाव्रतं भवतीति ।
तथा चोक्तं श्रीसमन्तभद्रस्वामिभिः —
(शिखरिणी)
‘‘अहिंसा भूतानां जगति विदितं ब्रह्म परमं
न सा तत्रारम्भोऽस्त्यणुरपि च यत्राश्रमविधौ ।
ततस्तत्सिद्धयर्थं परमकरुणो ग्रन्थमुभयं
भवानेवात्याक्षीन्न च विकृतवेषोपधिरतः ।।’’
तथा हि —
અહિંસા છે. તેમનું મરણ થાઓ કે ન થાઓ, *પ્રયત્નરૂપ પરિણામ વિના સાવદ્યપરિહાર
(દોષનો ત્યાગ) થતો નથી. આથી જ, પ્રયત્નપરાયણને હિંસાપરિણતિનો અભાવ હોવાથી
અહિંસાવ્રત હોય છે.
એવી રીતે (આચાર્યવર) શ્રી સમંતભદ્રસ્વામીએ (બૃહત્સ્વયંભૂસ્તોત્રમાં શ્રી નમિનાથ
ભગવાનની સ્તુતિ કરતાં ૧૧૯મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જગતમાં વિદિત છે કે જીવોની અહિંસા પરમ બ્રહ્મ છે. જે
આશ્રમની વિધિમાં લેશ પણ આરંભ છે ત્યાં ( – તે આશ્રમમાં અર્થાત્ સગ્રંથપણામાં) તે
અહિંસા હોતી નથી. માટે તેની સિદ્ધિને અર્થે, (હે નમિનાથ પ્રભુ!) પરમ કરુણાવંત એવા
આપશ્રીએ બન્ને ગ્રંથને છોડ્યા ( – દ્રવ્ય તેમ જ ભાવ બન્ને પ્રકારના પરિગ્રહને તજી
નિર્ગ્રંથપણું અંગીકૃત કર્યું), વિકૃત વેશ તથા પરિગ્રહમાં રત ન થયા.’’
વળી (૫૬મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ
શ્લોક કહે છે)ઃ —
*મુનિને (મુનિત્વોચિત) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) દેહચેષ્ટાદિકસંબંધી શુભોપયોગ
તે વ્યવહાર-પ્રયત્ન છે. [શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ
તો વ્યવહાર-પ્રયત્ન પણ કહેવાતો નથી.]