Niyamsar (Gujarati). Shlok: 76 Gatha: 57.

< Previous Page   Next Page >


Page 111 of 380
PDF/HTML Page 140 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૧
(मालिनी)
त्रसहतिपरिणामध्वांतविध्वंसहेतुः
सकलभुवनजीवग्रामसौख्यप्रदो यः
स जयति जिनधर्मः स्थावरैकेन्द्रियाणां
विविधवधविदूरश्चारुशर्माब्धिपूरः
।।७६।।
रागेण व दोसेण व मोहेण व मोसभासपरिणामं
जो पजहदि साहु सया बिदियवदं होइ तस्सेव ।।५७।।
रागेण वा द्वेषेण वा मोहेन वा मृषाभाषापरिणामं
यः प्रजहाति साधुः सदा द्वितीयव्रतं भवति तस्यैव ।।५७।।
सत्यव्रतस्वरूपाख्यानमेतत
अत्र मृषापरिणामः सत्यप्रतिपक्षः, स च रागेण वा द्वेषेण वा मोहेन वा जायते
सदा यः साधुः आसन्नभव्यजीवः तं परिणामं परित्यजति तस्य द्वितीयव्रतं भवति इति
[શ્લોકાર્થઃ] ત્રસઘાતના પરિણામરૂપ અંધકારના નાશનો જે હેતુ છે, સકળ
લોકના જીવસમૂહને જે સુખપ્રદ છે, સ્થાવર એકેંદ્રિય જીવોના વિવિધ વધથી જે બહુ દૂર છે
અને સુંદર સુખસાગરનું જે પૂર છે, તે જિનધર્મ જયવંત વર્તે છે. ૭૬.
વિદ્વેષ-રાગ-વિમોહજનિત મૃષા તણા પરિણામને
જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭.
અન્વયાર્થઃ[रागेण वा] રાગથી, [द्वेषेण वा] દ્વેષથી [मोहेन वा] અથવા મોહથી થતા
[मृषाभाषापरिणामं] મૃષા ભાષાના પરિણામને [यः साधुः] જે સાધુ [प्रजहाति] છોડે છે, [तस्य
एव] તેને જ [सदा] સદા [द्वितीयव्रतं] બીજું વ્રત [भवति] છે.
ટીકાઃઆ, સત્યવ્રતના સ્વરૂપનું કથન છે.
અહીં (એમ કહ્યું છે કે), સત્યનો પ્રતિપક્ષ (અર્થાત્ સત્યથી વિરુદ્ધ પરિણામ) તે
મૃષાપરિણામ છે; તે (અસત્ય બોલવાના પરિણામ) રાગથી, દ્વેષથી અથવા મોહથી થાય છે;
જે સાધુ
આસન્નભવ્ય જીવતે પરિણામને પરિત્યજે છે (-સમસ્ત પ્રકારે છોડે છે), તેને
બીજું વ્રત હોય છે.