स्वर्गस्त्रीणां भूरिभोगैकभाक् स्यात् ।
सत्यात्सत्यं चान्यदस्ति व्रतं किम् ।।७७।।
तृतीयव्रतस्वरूपाख्यानमेतत् ।
वृत्यावृत्तो ग्रामः तस्मिन् वा चतुर्भिर्गोपुरैर्भासुरं नगरं तस्मिन् वा मनुष्य- संचारशून्यं वनस्पतिजातवल्लीगुल्मप्रभृतिभिः परिपूर्णमरण्यं तस्मिन् वा परेण विसृष्टं
[હવે ૫૭મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ] [શ્લોકાર્થઃ — ] જે પુરુષ અતિ સ્પષ્ટપણે સત્ય બોલે છે, તે સ્વર્ગની સ્ત્રીઓના પુષ્કળ ભોગોનો એક ભાગી થાય છે (અર્થાત્ તે પરલોકમાં અનન્યપણે દેવાંગનાઓના બહુ ભોગોને પામે છે) અને આ લોકમાં સર્વદા સર્વ સત્પુરુષોનો પૂજ્ય બને છે. ખરેખર સત્યથી શું બીજું કોઈ (ચડિયાતું) વ્રત છે? ૭૭.
અન્વયાર્થઃ — [ग्रामे वा] ગ્રામમાં, [नगरे वा] નગરમાં [अरण्ये वा] કે વનમાં [परम् अर्थम्] પારકી વસ્તુને [प्रेक्षयित्वा] દેખીને [यः] જે (સાધુ) [ग्रहणभावं] તેને ગ્રહવાના ભાવને [मुंचति] છોડે છે, [तस्य एव] તેને જ [तृतीयव्रतं] ત્રીજું વ્રત [भवति] છે.
ટીકાઃ — આ, ત્રીજા વ્રતના સ્વરૂપનું કથન છે.
જેના ફરતી વાડ હોય તે ગ્રામ (ગામડું) છે; જે ચાર દરવાજાથી સુશોભિત હોય તે નગર છે; જે મનુષ્યના સંચાર વિનાનું, વનસ્પતિસમૂહ, વેલીઓ અને ઝાડનાં ઝુંડ
૧૧૨ ]