કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૩
निहितं पतितं वा विस्मृतं वा परद्रव्यं द्रष्ट्वा स्वीकारपरिणामं यः परित्यजति, तस्य हि
तृतीयव्रतं भवति इति ।
(आर्या)
आकर्षति रत्नानां संचयमुच्चैरचौर्य्यमेतदिह ।
स्वर्गस्त्रीसुखमूलं क्रमेण मुक्त्यंगनायाश्च ।।७८।।
दट्ठूण इत्थिरूवं वांछाभावं णियत्तदे तासु ।
मेहुणसण्णविवज्जियपरिणामो अहव तुरियवदं ।।५9।।
द्रष्ट्वा स्त्रीरूपं वांच्छाभावं निवर्तते तासु ।
मैथुनसंज्ञाविवर्जितपरिणामोऽथवा तुरीयव्रतम् ।।५9।।
चतुर्थव्रतस्वरूपकथनमिदम् ।
વગેરેથી ગીચોગીચ ભરેલું હોય તે અરણ્ય છે. આવાં ગ્રામ, નગર કે અરણ્યમાં બીજાથી
તજાયેલી, મુકાયેલી, પડી ગયેલી અથવા ભુલાઈ ગયેલી પરવસ્તુને દેખીને તેના સ્વીકાર-
પરિણામને (અર્થાત્ તેને પોતાની કરવાના — ગ્રહવાના પરિણામને) જે પરિત્યજે છે, તેને
ખરેખર ત્રીજું વ્રત હોય છે.
[હવે ૫૮મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] આ ઉગ્ર અચૌર્ય આ લોકમાં રત્નોના સંચયને આકર્ષે છે અને
(પરલોકમાં) સ્વર્ગની સ્ત્રીઓના સુખનું કારણ છે તેમ જ ક્રમે કરીને મુક્તિરૂપી સ્ત્રીના સુખનું
કારણ છે. ૭૮.
સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે,
વા મિથુનસંજ્ઞારહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯.
અન્વયાર્થઃ — [स्त्रीरूपं द्रष्ट्वा] સ્ત્રીઓનું રૂપ દેખીને [तासु] તેમના પ્રત્યે [वांच्छाभावं
निवर्तते] વાંછાભાવની નિવૃત્તિ તે [अथवा] અથવા [मैथुनसंज्ञाविवर्जितपरिणामः] મૈથુનસંજ્ઞારહિત
જે પરિણામ તે [तुरीयव्रतम्] ચોથું વ્રત છે.
ટીકાઃ — આ, ચોથા વ્રતના સ્વરૂપનું કથન છે.