ઉપર ન પડતાં ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક
ઉછાળા
(દ્રષ્ટિ-અપેક્ષાએ) વિધિ-નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસભાવનું વેદન થાય છે, નિજ
સ્વભાવ- ભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે
વિરામ પામતા જાય છે. આ નિરંજન નિજ પરમાત્મતત્ત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ
મુમુક્ષુઓ ભૂત કાળે પંચમ ગતિને પામ્યા છે, વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે.
આ પરમાત્મતત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળ- નિરાવરણ, નિત્યાનંદ-એકસ્વરૂપ છે,
સ્વભાવ-અનંત- ચતુષ્ટયથી સનાથ છે, સુખસાગરનું પૂર છે, ક્લેશોદધિનો કિનારો છે,
ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હે
ભવ્ય જીવો! આ પરમાત્મતત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી
શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે.
વ્યવહાર-નિશ્ચયનયો, વ્યવહાર- ચારિત્ર, સમ્યગ્દર્શનપ્રાપ્તિમાં પ્રથમ તો અન્ય સમ્યગ્દ્રષ્ટિ
જીવની દેશના જ નિમિત્ત હોય (
સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત પ્રયોજનભૂત વિષયોને પ્રકાશતું
આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા ઇચ્છનાર જીવને
મહા ઉપકારી છે. અંતઃતત્ત્વરૂપ અમૃતસાગર પર મીટ માંડી જ્ઞાનાનંદના તરંગો ઉછાળતા
મહા મસ્ત મુનિવરોના અંતરવેદનમાંથી નીકળેલા ભાવોથી ભરેલું આ પરમાગમ નંદનવન
સમાન આહ્લાદકારી છે. મુનિવરોના હૃદયકમળમાં વિરાજમાન અંતઃતત્ત્વરૂપ અમૃતસાગર
પરથી અને શુદ્ધપર્યાયોરૂપ અમૃતઝરણાં પરથી વહેતો શ્રુતરૂપ શીતળ સમીર જાણે કે
અમૃતશીકરોથી મુમુક્ષુઓનાં ચિત્તને પરમ શીતળીભૂત કરે છે. આવું શાંતરસમય પરમ
આધ્યાત્મિક શાસ્ત્ર આજે પણ વિદ્યમાન છે અને પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા તેનાં અગાધ
આધ્યાત્મિક ઊંડાણ પ્રગટ થતાં જાય છે તે આપણું મહા સદ્ભાગ્ય છે. પરમ પૂજ્ય ગુરુદેવને
શ્રી નિયમસાર ઉપર અપાર ભક્તિ છે. તેઓશ્રી કહે છેઃ ‘પરમ પારિણામિક ભાવને
પ્રકાશનાર શ્રી નિયમસાર પરમાગમ અને તેની ટીકાની રચના છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા
મહા સમર્થ મુનિવરો વડે દ્રવ્ય સાથે પર્યાયની એકતા સાધતાં સાધતાં થઈ ગઈ છે. જેવાં