ભાવના અંતર-અનુભવને જ તેમણે શાસ્ત્રમાં ઉતાર્યો છે;
તો મુનિવરોએ અધ્યાત્મની અનુભવગમ્ય અત્યંત અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ
શાસ્ત્રમાં ખુલ્લી કરી છે. સર્વોત્કૃષ્ટ પરમાગમ શ્રી સમયસારમાં પણ તે વિષયોનું આવું ખુલ્લી
રીતે નિરૂપણ નથી. અહો! જેમ કોઈ પરાક્રમી કહેવાતો પુરુષ જંગલમાંથી સિંહણનું દૂધ
દોહી આવે તેમ આત્મપરાક્રમી મહા મુનિવરોએ જંગલમાં બેઠાં બેઠાં અંતરનાં અમૃત દોહ્યાં
છે. સર્વસંગપરિત્યાગી નિર્ગ્રંથોએ જંગલમાં રહ્યાં રહ્યાં સિદ્ધભગવંતો સાથે વાતો કરી છે અને
અનંત સિદ્ધભગવંતો કઈ રીતે સિદ્ધિ પામ્યા તેનો ઇતિહાસ આમાં મૂકી દીધો છે.’
સિદ્ધાંતચક્રવર્તીના શિષ્ય છે અને વિક્રમની ૧૩મી શતાબ્દીમાં થઈ ગયા છે એમ, શિલાલેખ
વગેરે સાધનો દ્વારા, સંશોધકોનું અનુમાન છે. ‘પરમાગમરૂપી મકરંદ જેમના મુખમાંથી ઝરે
છે’ અને ‘પાંચ ઇંદ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર પરિગ્રહ જેમનો હતો’ એવા નિર્ગ્રંથ મુનિવર
શ્રી પદ્મપ્રભદેવે ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવના હૃદયમાં રહેલા પરમ ગહન આધ્યાત્મિક
ભાવોને પોતાના અંતરવેદન સાથે મેળવીને આ ટીકામાં સ્પષ્ટ રીતે ખુલ્લા કર્યા છે. આ
ટીકામાં આવતાં કળશરૂપ કાવ્યો અતિશય મધુર છે અને અધ્યાત્મમસ્તીથી તથા ભક્તિરસથી
ભરપૂર છે. અધ્યાત્મકવિ તરીકે શ્રી પદ્મપ્રભમલધારિદેવનું સ્થાન જૈન સાહિત્યમાં અતિ ઉચ્ચ
છે. ટીકાકાર મુનિરાજે ગદ્ય તેમ જ પદ્યરૂપે પરમ પારિણામિક ભાવને તો ખૂબ ખૂબ ગાયો
છે. આખી ટીકા જાણે કે પરમ પારિણામિક ભાવનું અને તદાશ્રિત મુનિદશાનું એક
મહાકાવ્ય હોય તેમ મુમુક્ષુ હૃદયોને મુદિત કરે છે. પરમ પારિણામિક ભાવ, સહજ સુખમય
મુનિદશા અને સિદ્ધ જીવોની પરમાનંદપરિણતિ પ્રત્યે ભક્તિથી મુનિવરનું ચિત્ત જાણે કે
ઉભરાઈ જાય છે અને તે ઊભરાને વ્યક્ત કરવા તેમને શબ્દો અતિશય ઓછા પડતા
હોવાથી તેમના મુખમાંથી પ્રસંગોચિત અનેક ઉપમા-અલંકારો વહ્યા છે. બીજી અનેક
ઉપમાઓની માફક, મુક્તિ દીક્ષા વગેરેને વારંવાર સ્ત્રીની ઉપમા પણ લેશમાત્ર સંકોચ વિના
બેધડકપણે આપવામાં આવી છે તે આત્મમસ્ત મહા મુનિવરનું બ્રહ્મચર્યનું અતિશય જોર
સૂચવે છે. સંસાર દાવાનળ સમાન છે અને સિદ્ધદશા તથા મુનિદશા પરમ સહજાનંદમય
છે
પરિષહજય ઇત્યાદિરૂપે કોઈ પણ પરિણતિ હઠપૂર્વક, ખેદયુક્ત, કષ્ટજનક કે નરકાદિના