સહજાનંદમય હોય છે
આ ટીકા મોક્ષમાર્ગે વિહરતા મુનિવરોની સહજાનંદમય પરિણતિનો તાદ્દશ ચિતાર આપે છે.
આ કાળે આવી યથાર્થ આનંદનિર્ભર મોક્ષમાર્ગની પ્રકાશક ટીકા મુમુક્ષુઓને સમર્પિત કરીને
ટીકાકાર મુનિવરે મહા ઉપકાર કર્યો છે.
શીતલપ્રસાદજીએ મૂળ ગાથાઓનો તથા ટીકાનો હિંદી અનુવાદ કર્યો છે. વિ. સં. ૧૯૭૨માં
શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય તરફથી પ્રકાશિત હિંદી નિયમસારમાં મૂળ ગાથાઓ, સંસ્કૃત
ટીકા અને બ્ર૦ શીતલપ્રસાદજીકૃત હિંદી અનુવાદ પ્રગટ થયાં છે. હવે પ્રકાશન પામતા આ
ગુજરાતી નિયમસારમાં મૂળ ગાથાઓ, તેનો ગુજરાતી પદ્યાનુવાદ, સંસ્કૃત ટીકા અને તે ગાથા-
ટીકાનો અક્ષરશઃ ગુજરાતી અનુવાદ પ્રગટ કરવામાં આવેલ છે. જ્યાં વિશેષ સ્પષ્ટતા કરવાની
જરૂર જણાઈ ત્યાં કૌંસમાં અથવા ફૂટનોટમાં સ્પષ્ટતા કરી છે. શ્રી જૈનગ્રંથરત્નાકર કાર્યાલય
દ્વારા પ્રકાશિત નિયમસારમાં છપાયેલી સંસ્કૃત ટીકામાં જે અશુદ્ધિઓ હતી તેમાંથી ઘણી
અશુદ્ધિઓ હસ્તલિખિત પ્રતોના આધારે આમાં સુધારી લેવામાં આવી છે. હજુ પણ આમાં
કોઈ કોઈ સ્થળોએ અશુદ્ધ પાઠ હોય એમ લાગે છે પરંતુ અમને મળેલી ત્રણ હસ્તલિખિત
પ્રતોમાંથી શુદ્ધ પાઠ નહિ મળવાને લીધે તે અશુદ્ધિઓ સુધારી શકાઈ નથી. અશુદ્ધ પાઠોનો
અનુવાદ કરવામાં ખાસ કાળજી રાખવામાં આવી છે અને પૂર્વાપર કથન તેમ જ ન્યાય સાથે
વધારેમાં વધારે બંધબેસતો લાગે એવો તે પાઠોનો અનુવાદ કર્યો છે.
સદ્ગુરુદેવના પવિત્ર જીવનના પ્રત્યક્ષ પરિચય વિના અને તેમના આધ્યાત્મિક ઉપદેશ વિના
આ પામરને જિનવાણી પ્રત્યે લેશ પણ ભક્તિ કે શ્રદ્ધા ક્યાંથી પ્રગટત, ભગવાન
કુંદકુંદાચાર્યદેવ અને તેમનાં શાસ્ત્રોનો લેશ પણ મહિમા ક્યાંથી આવત અને તે શાસ્ત્રોના અર્થ-
ઉકેલની લેશ પણ શક્તિ ક્યાંથી હોત? આ રીતે અનુવાદની સમસ્ત શક્તિનું મૂળ શ્રી
સદ્ગુરુદેવ જ હોવાથી ખરેખર તો સદ્ગુરુદેવની અમૃતવાણીનો ધોધ જ