निरुपमसुखावासप्राप्त्यै करोतु निजात्मनि ।
न च भवति महच्चित्रं चित्रं सतामसतामिदम् ।।८०।।
‘‘[ગાથાર્થઃ — ] જો પરદ્રવ્ય-પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું. હું તો જ્ઞાતા જ છું તેથી (પરદ્રવ્યરૂપ) પરિગ્રહ મારો નથી.’’
વળી (૬૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] ભવ્ય જીવ ભવભીરુપણાને લીધે પરિગ્રહવિસ્તારને છોડો અને નિરુપમ સુખના *આવાસની પ્રાપ્તિ અર્થે નિજ આત્મામાં અવિચળ, સુખાકાર (સુખમયી) તથા જગતજનોને દુર્લભ એવી સ્થિતિ (સ્થિરતા) કરો. અને આ (નિજાત્મામાં અચળ સુખાત્મક સ્થિતિ કરવાનું કાર્ય) સત્પુરુષોને કાંઈ મહા આશ્ચર્યની વાત નથી, અસત્પુરુષોને આશ્ચર્યની વાત છે. ૮૦.
અન્વયાર્થઃ — [श्रमणः] જે શ્રમણ [प्रासुकमार्गेण] પ્રાસુક માર્ગે [दिवा] દિવસે [युगप्रमाणं] ધુરાપ્રમાણ [पुरतः] આગળ [खलु अवलोकयन्] જોઈને [गच्छति] ચાલે છે,
૧૧૬ ]
*આવાસ = નિવાસસ્થાન; ઘર; રહેઠાણ; આયતન.