Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 117 of 380
PDF/HTML Page 146 of 409

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૧૭

अत्रेर्यासमितिस्वरूपमुक्त म्

यः परमसंयमी गुरुदेवयात्रादिप्रशस्तप्रयोजनमुद्दिश्यैकयुगप्रमाणं मार्गम् अवलोकयन् स्थावरजंगमप्राणिपरिरक्षार्थं दिवैव गच्छति, तस्य खलु परमश्रमणस्येर्यासमितिर्भवति व्यवहारसमितिस्वरूपमुक्त म् इदानीं निश्चयसमितिस्वरूपमुच्यते अभेदानुपचाररत्नत्रयमार्गेण परमधर्मिणमात्मानं सम्यग् इता परिणतिः समितिः अथवा निजपरमतत्त्वनिरतसहज- परमबोधादिपरमधर्माणां संहतिः समितिः इति निश्चयव्यवहारसमितिभेदं बुद्ध्वा तत्र परमनिश्चयसमितिमुपयातु भव्य इति [तस्य]


તેને [ईर्यासमितिः] ઈર્યાસમિતિ [भवेत] હોય છે.

ટીકાઃઅહીં (આ ગાથામાં) ઈર્યાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.

જે *પરમસંયમી ગુરુયાત્રા (ગુરુ પાસે જવું), દેવયાત્રા (દેવ પાસે જવું) વગેરે પ્રશસ્ત પ્રયોજનનો ઉદ્દેશ રાખીને એક ધોંસરા જેટલો માર્ગ જોતો જોતો સ્થાવર તથા જંગમ પ્રાણીઓની પરિરક્ષા (સમસ્ત પ્રકારે રક્ષા) અર્થે દિવસે જ ચાલે છે, તે પરમશ્રમણને ઈર્યાસમિતિ હોય છે. (આ પ્રમાણે) વ્યવહારસમિતિનું સ્વરૂપ કહેવામાં આવ્યું.

હવે નિશ્ચયસમિતિનું સ્વરૂપ કહેવામાં આવે છેઃ અભેદ-અનુપચાર-રત્નત્રયરૂપી માર્ગે પરમધર્મી એવા (પોતાના) આત્મા પ્રત્યે સમ્યક્ ‘ઇતિ’ (-ગતિ) અર્થાત્ પરિણતિ તે સમિતિ છે; અથવા, નિજ પરમતત્ત્વમાં લીન સહજ પરમજ્ઞાનાદિક પરમધર્મોની સંહતિ (-મિલન, સંગઠન) તે સમિતિ છે.

આ પ્રમાણે નિશ્ચય અને વ્યવહારરૂપ સમિતિભેદો જાણીને તેમાં (-તે બેમાંથી) પરમનિશ્ચયસમિતિને ભવ્ય જીવ પ્રાપ્ત કરો.

[હવે ૬૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ચાર શ્લોક કહે છેઃ]

*પરમસંયમી મુનિને (અર્થાત્ મુનિયોગ્ય શુદ્ધપરિણતિવાળા મુનિને) શુદ્ધપરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) ઈર્યાસંબંધી (-ગમનસંબંધી, ચાલવાસંબંધી) શુભોપયોગ તે વ્યવહાર
ઈર્યાસમિતિ છે. શુદ્ધપરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે; તે શુભોપયોગ
તો વ્યવહાર સમિતિ પણ કહેવાતો નથી. [આ ઈર્યાસમિતિની માફક અન્ય સમિતિઓનું પણ
સમજી લેવું.]