૧૧૮ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(मन्दाक्रांता)
इत्थं बुद्ध्वा परमसमितिं मुक्ति कान्तासखीं यो
मुक्त्वा संगं भवभयकरं हेमरामात्मकं च ।
स्थित्वाऽपूर्वे सहजविलसच्चिच्चमत्कारमात्रे
भेदाभावे समयति च यः सर्वदा मुक्त एव ।।८१।।
(मालिनी)
जयति समितिरेषा शीलमूलं मुनीनां
त्रसहतिपरिदूरा स्थावरणां हतेर्वा ।
भवदवपरितापक्लेशजीमूतमाला
सकलसुकृतसीत्यानीकसन्तोषदायी ।।८२।।
(मालिनी)
नियतमिह जनानां जन्म जन्मार्णवेऽस्मिन्
समितिविरहितानां कामरोगातुराणाम् ।
मुनिप कुरु ततस्त्वं त्वन्मनोगेहमध्ये
ह्यपवरकममुष्याश्चारुयोषित्सुमुक्ते : ।।८३।।
[શ્લોકાર્થઃ — ] આ રીતે મુક્તિકાન્તાની (મુક્તિસુંદરીની) સખી પરમસમિતિને
જાણીને જે જીવ ભવભયના કરનારા કંચનકામિનીના સંગને છોડીને, અપૂર્વ, સહજ-વિલસતા
(સ્વભાવથી પ્રકાશતા), અભેદ ચૈતન્યચમત્કારમાત્રમાં સ્થિત રહી (તેમાં) સમ્યક્ ‘ઇતિ’
(-ગતિ) કરે છે અર્થાત્ સમ્યક્પણે પરિણમે છે, તે સર્વદા મુક્ત જ છે. ૮૧.
[શ્લોકાર્થઃ — ] જે (સમિતિ) મુનિઓને શીલનું (-ચારિત્રનું) મૂળ છે, જે ત્રસ
જીવોના ઘાતથી તેમ જ સ્થાવર જીવોના ઘાતથી સમસ્ત પ્રકારે દૂર છે, જે ભવદાવાનળના
પરિતાપરૂપી ક્લેશને શાંત કરનારી તથા સમસ્ત સુકૃતરૂપી ધાન્યના રાશિને (પોષણ આપીને)
સંતોષ દેનારી મેઘમાળા છે, તે આ સમિતિ જયવંત છે. ૮૨.
[શ્લોકાર્થઃ — ] અહીં (વિશ્વમાં) એ નક્કી છે કે આ જન્માર્ણવમાં (ભવસાગરમાં)
સમિતિરહિત કામરોગાતુર ( – ઇચ્છારૂપી રોગથી પીડિત) જનોનો જન્મ થાય છે. તેથી હે
મુનિ! તું તારા મનરૂપી ઘરમાં આ સુમુક્તિરૂપી સુંદર સ્ત્રી માટે નિવાસગૃહ (ઓરડો) રાખ
(અર્થાત્ તું મુક્તિનું ચિંતવન કર). ૮૩.