अत्र भाषासमितिस्वरूपमुक्त म् ।
कर्णेजपमुखविनिर्गतं नृपतिकर्णाभ्यर्णगतं चैकपुरुषस्य एककुटुम्बस्य एकग्रामस्य वा महद्विपत्कारणं वचः पैशून्यम् । क्वचित् कदाचित् किंचित् परजनविकाररूपमवलोक्य त्वाकर्ण्य च हास्याभिधाननोकषायसमुपजनितम् ईषच्छुभमिश्रितमप्यशुभकर्मकारणं
[શ્લોકાર્થઃ — ] જો જીવ નિશ્ચયરૂપ સમિતિને ઉત્પન્ન કરે, તો તે મુક્તિને પામે છે — મોક્ષરૂપ થાય છે. પરંતુ સમિતિના નાશથી (-અભાવથી), અરેરે! તે મોક્ષ પામતો નથી, પણ સંસારરૂપી મહાસાગરમાં ભમે છે. ૮૪.
અન્વયાર્થઃ — [पैशून्यहास्यकर्कशपरनिन्दात्मप्रशंसितं वचनम्] પૈશૂન્ય (ચાડી), હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસારૂપ વચનો [परित्यज्य] પરિત્યાગીને [स्वपरहितं वदतः] જે સ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને [भाषासमितिः] ભાષાસમિતિ હોય છે.
ટીકાઃ — અહીં ભાષાસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
ચાડીખોર માણસના મુખમાંથી નીકળેલાં અને રાજાના કાનની નિકટ પહોંચેલાં, કોઈ એક પુરુષ, કોઈ એક કુટુંબ કે કોઈ એક ગામને મહા વિપત્તિના કારણભૂત એવાં વચનો તે પૈશૂન્ય છે. ક્યાંક ક્યારેક કાંઈક પરજનોના વિકૃત રૂપને અવલોકીને અથવા સાંભળીને હાસ્ય નામના નોકષાયથી ઉત્પન્ન થતું, જરાક શુભ સાથે મિશ્રિત હોવા છતાં