Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 120 of 380
PDF/HTML Page 149 of 409

 

નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

पुरुषमुखविकारगतं हास्यकर्म कर्णशष्कुलीविवराभ्यर्णगोचरमात्रेण परेषामप्रीतिजननं हि कर्कशवचः परेषां भूताभूतदूषणपुरस्सरवाक्यं परनिन्दा स्वस्य भूताभूतगुणस्तुतिरात्म- प्रशंसा एतत्सर्वमप्रशस्तवचः परित्यज्य स्वस्य च परस्य च शुभशुद्धपरिणतिकारणं वचो भाषासमितिरिति

तथा चोक्तं श्रीगुणभद्रस्वामिभिः
(मालिनी)
‘‘समधिगतसमस्ताः सर्वसावद्यदूराः
स्वहितनिहितचित्ताः शांतसर्वप्रचाराः
स्वपरसफलजल्पाः सर्वसंकल्पमुक्ताः
कथमिह न विमुक्ते र्भाजनं ते विमुक्ताः
।।’’

तथा च અશુભ કર્મનું કારણ, પુરુષના મુખના વિકાર સાથે સંબંધવાળું, તે હાસ્યકર્મ છે. કાનના છિદ્રની નજીક પહોંચવામાત્રથી જે બીજાઓને અપ્રીતિ ઉપજાવે છે તે કર્કશ વચનો છે. બીજાનાં વિદ્યમાન-અવિદ્યમાન દૂષણપૂર્વકનાં વચનો (અર્થાત્ પરના સાચા તેમ જ જૂઠા દોષો કહેનારાં વચનો) તે પરનિંદા છે. પોતાના વિદ્યમાન-અવિદ્યમાન ગુણોની સ્તુતિ તે આત્મપ્રશંસા છે.આ બધાં અપ્રશસ્ત વચનો પરિત્યાગીને સ્વ તેમ જ પરને શુભ અને શુદ્ધ પરિણતિના કારણભૂત વચનો તે ભાષાસમિતિ છે.

એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૬મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ

‘‘[શ્લોકાર્થઃ] જેમણે બધું (વસ્તુસ્વરૂપ) જાણી લીધું છે, જેઓ સર્વ સાવદ્યથી દૂર છે, જેમણે સ્વહિતમાં ચિત્તને સ્થાપ્યું છે, જેમને સર્વ *પ્રચાર શાંત થયો છે, જેમની ભાષા સ્વપરને સફળ (હિતરૂપ) છે, જેઓ સર્વ સંકલ્પ રહિત છે, તે વિમુક્ત પુરુષો આ લોકમાં વિમુક્તિનું ભાજન કેમ ન હોય? (અર્થાત્ આવા મુનિજનો અવશ્ય મોક્ષનાં પાત્ર છે.)’’

વળી (૬૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ

૧૨૦ ]

*પ્રચાર = વહીવટ; કામ માથે લેવું તે; આરંભ; બાહ્ય પ્રવૃત્તિ.