Niyamsar (Gujarati). Shlok: 85 Gatha: 63.

< Previous Page   Next Page >


Page 121 of 380
PDF/HTML Page 150 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૨૧
(अनुष्टुभ्)
परब्रह्मण्यनुष्ठाननिरतानां मनीषिणाम्
अन्तरैरप्यलं जल्पैः बहिर्जल्पैश्च किं पुनः ।।८५।।
कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च
दिण्णं परेण भत्तं समभुत्ती एसणासमिदी ।।६३।।
कृतकारितानुमोदनरहितं तथा प्रासुकं प्रशस्तं च
दत्तं परेण भक्तं संभुक्ति : एषणासमितिः ।।६३।।
अत्रैषणासमितिस्वरूपमुक्त म् तद्यथा
मनोवाक्कायानां प्रत्येकं कृतकारितानुमोदनैः कृत्वा नव विकल्पा भवन्ति, न तैः
संयुक्त मन्नं नवकोटिविशुद्धमित्युक्त म्; अतिप्रशस्तं मनोहरम्; हरितकायात्मकसूक्ष्मप्राणि-
[શ્લોકાર્થઃ] પરબ્રહ્મના અનુષ્ઠાનમાં નિરત (અર્થાત્ પરમાત્માના આચરણમાં
લીન) એવા ડાહ્યા પુરુષોનેમુનિજનોને અંતર્જલ્પથી (વિકલ્પરૂપ અંતરંગ ઉત્થાનથી) પણ
બસ થાઓ, બહિર્જલ્પની (ભાષા બોલવાની) તો વાત જ શી? ૮૫.
અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને
પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩.
અન્વયાર્થઃ[परेण दत्तं] પર વડે દેવામાં આવેલું, [कृतकारितानुमोदनरहितं] કૃત-
કારિત-અનુમોદન રહિત, [तथा प्रासुकं] પ્રાસુક [प्रशस्तं च] અને *પ્રશસ્ત [भक्तं ] ભોજન
કરવારૂપ [संभुक्ति :] જે સમ્યક્ આહારગ્રહણ [एषणासमितिः] તે એષણાસમિતિ છે.
ટીકાઃઅહીં એષણાસમિતિનું સ્વરૂપ કહ્યું છે. તે આ પ્રમાણે
મન, વચન અને કાયામાંના પ્રત્યેકને કૃત, કારિત અને અનુમોદના સહિત ગણીને
તેમના નવ ભેદો થાય છે; તેમનાથી સંયુક્ત અન્ન નવ કોટિએ વિશુદ્ધ નથી એમ
(શાસ્ત્રમાં) કહ્યું છે; અતિપ્રશસ્ત એટલે મનોહર (અન્ન); હરિતકાયમય સૂક્ષ્મ પ્રાણીઓના
*પ્રશસ્ત = સારું; શાસ્ત્રમાં પ્રશંસેલું; જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય
એવું.