Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 122 of 380
PDF/HTML Page 151 of 409

 

background image
૧૨૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
संचारागोचरं प्रासुकमित्यभिहितम्; प्रतिग्रहोच्चस्थानपादक्षालनार्चनप्रणामयोगशुद्धिभिक्षा-
शुद्धिनामधेयैर्नवविधपुण्यैः प्रतिपत्तिं कृत्वा श्रद्धाशक्त्यलुब्धताभक्ति ज्ञानदयाक्षमाऽभिधान-
सप्तगुणसमाहितेन शुद्धेन योग्याचारेणोपासकेन दत्तं भक्तं भुंजानः तिष्ठति यः परम-
तपोधनः तस्यैषणासमितिर्भवति
इति व्यवहारसमितिक्रमः अथ निश्चयतो जीवस्याशनं
नास्ति परमार्थतः, षट्प्रकारमशनं व्यवहारतः संसारिणामेव भवति
तथा चोक्तं समयसारे (?)
‘‘णोकम्मकम्महारो लेप्पाहारो य कवलमाहारो
उज्ज मणो वि य कमसो आहारो छव्विहो णेयो ।।’’
સંચારને અગોચર તે પ્રાસુક (અન્ન)એમ (શાસ્ત્રમાં) કહ્યું છે. +પ્રતિગ્રહ, ઉચ્ચ સ્થાન,
પાદપ્રક્ષાલન, અર્ચન, પ્રણામ, યોગશુદ્ધિ (મન-વચન-કાયાની શુદ્ધિ) અને ભિક્ષાશુદ્ધિ
નવવિધ પુણ્યથી (નવધા ભક્તિથી) આદર કરીને, શ્રદ્ધા, શક્તિ, અલુબ્ધતા, ભક્તિ,
જ્ઞાન, દયા અને ક્ષમા
એ (દાતાના) સાત ગુણો સહિત શુદ્ધ યોગ્ય-આચારવાળા
ઉપાસક વડે દેવામાં આવેલું (નવ કોટિએ શુદ્ધ, પ્રશસ્ત અને પ્રાસુક) ભોજન જે પરમ
તપોધન લે છે, તેને એષણાસમિતિ હોય છે. આમ વ્યવહારસમિતિનો ક્રમ છે.
હવે નિશ્ચયથી એમ છે કેજીવને પરમાર્થે અશન નથી; છ પ્રકારનું અશન
વ્યવહારથી સંસારીઓને જ હોય છે.
એવી રીતે શ્રી *સમયસારમાં (?) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] નોકર્મ-આહાર, કર્મ-આહાર, લેપ-આહાર, કવલ-આહાર, ઓજ-
આહાર અને મન-આહારએમ આહાર ક્રમશઃ છ પ્રકારનો જાણવો.’’
+પ્રતિગ્રહ = ‘આહારપાણી શુદ્ધ છે, તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ, (-ઊભા રહો, ઊભા રહો, ઊભા
રહો,)’ એમ કહીને આહારગ્રહણની વિનતિ કરવી તે; કૃપા કરવા માટે વિનતિ;
આદરસન્માન. [આમ પ્રતિગ્રહ કરવામાં આવતાં, જો મુનિ કૃપા કરી ઊભા રહે તો દાતાના
સાત ગુણોથી યુક્ત શ્રાવક તેમને પોતાના ઘરમાં લઈ જઈ, ઉચ્ચ સ્થાને બિરાજમાન કરી,
પગ ધોઈને, પૂજન કરે છે અને પ્રણામ કરે છે. પછી મન-વચન-કાયાની શુદ્ધિપૂર્વક શુદ્ધ
ભિક્ષા દે છે.]
*અહીં ઉદ્ધૃત કરેલી ગાથા સમયસારમાં નથી પરંતુ પ્રવચનસારમાં (પ્રથમ અધિકારની ૨૦મી
ગાથાની તાત્પર્યવૃત્તિ-ટીકામાં) અવતરણરૂપે છે.