अशुद्धजीवानां विभावधर्मं प्रति व्यवहारनयस्योदाहरणमिदम् ।
परिणमितसमाधिः सर्वसत्त्वानुकम्पी ।
दहति निहतनिद्रो निश्चिताध्यात्मसारः ।।’’
— અશુદ્ધ જીવોના વિભાવધર્મ વિષે વ્યવહારનયનું આ (અવતરણ કરેલી ગાથામાં) ઉદાહરણ છે.
હવે (શ્રી પ્રવચનસારની ૨૨૭મી ગાથા દ્વારા) નિશ્ચયનું ઉદાહરણ કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ —
‘‘[ગાથાર્થઃ — ] જેનો આત્મા એષણારહિત છે (અર્થાત્ જે અનશનસ્વભાવી આત્માને જાણતો હોવાને લીધે સ્વભાવથી આહારની ઇચ્છા રહિત છે) તેને તે પણ તપ છે; (વળી) તેને પ્રાપ્ત કરવા માટે ( – અનશનસ્વભાવી આત્માને પરિપૂર્ણપણે પ્રાપ્ત કરવા માટે) પ્રયત્ન કરનારા એવા જે શ્રમણો તેમને અન્ય ( – સ્વરૂપથી જુદી એવી) ભિક્ષા એષણા વિના (-એષણાદોષ રહિત) હોય છે; તેથી તે શ્રમણો અનાહારી છે.’’
એવી રીતે (આચાર્યવર) શ્રી ગુણભદ્રસ્વામીએ (આત્માનુશાસનમાં ૨૨૫મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જેણે અધ્યાત્મના સારનો નિશ્ચય કર્યો છે, જે અત્યંત યમનિયમ સહિત છે, જેનો આત્મા બહારથી અને અંદરથી શાંત થયો છે, જેને સમાધિ પરિણમી છે, જેને સર્વ જીવો પ્રત્યે અનુકંપા છે, જે વિહિત ( – શાસ્ત્રાજ્ઞા મુજબનું)