Niyamsar (Gujarati). Shlok: 86 Gatha: 64.

< Previous Page   Next Page >


Page 124 of 380
PDF/HTML Page 153 of 409

 

background image
૧૨૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
तथा हि
(शालिनी)
भुक्त्वा भक्तं भक्त हस्ताग्रदत्तं
ध्यात्वात्मानं पूर्णबोधप्रकाशम्
तप्त्वा चैवं सत्तपः सत्तपस्वी
प्राप्नोतीद्धां मुक्ति वारांगनां सः
।।८६।।
पोत्थइकमंडलाइं गहणविसग्गेसु पयतपरिणामो
आदावणणिक्खेवणसमिदी होदि त्ति णिद्दिट्ठा ।।६४।।
पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः प्रयत्नपरिणामः
आदाननिक्षेपणसमितिर्भवतीति निर्दिष्टा ।।६४।।
अत्रादाननिक्षेपणसमितिस्वरूपमुक्त म्
*હિત-મિત ભોજન કરનાર છે, જેણે નિદ્રાનો નાશ કર્યો છે, તે (મુનિ) કલેશજાળને
સમૂળગી બાળી નાખે છે.’’
વળી (૬૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] ભક્તના હસ્તાગ્રથી (હાથની આંગળીઓથી) દેવામાં આવેલું
ભોજન લઈને, પૂર્ણ જ્ઞાનપ્રકાશવાળા આત્માનું ધ્યાન કરીને, એ રીતે સત્ તપને (-સમ્યક્
તપને) તપીને, તે સત્ તપસ્વી (સાચો તપસ્વી) દેદીપ્યમાન મુક્તિવારાંગનાને (મુક્તિરૂપી
સ્ત્રીને) પ્રાપ્ત કરે છે. ૮૬.
શાસ્ત્રાદિ ગ્રહતાંમૂકતાં મુનિના પ્રયત પરિણામને
આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
અન્વયાર્થઃ[पुस्तककमण्डलादिग्रहणविसर्गयोः] પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા
સંબંધી [प्रयत्नपरिणामः] પ્રયત્નપરિણામ તે [आदाननिक्षेपणसमितिः] આદાનનિક્ષેપણસમિતિ
[भवति] છે [इति निर्दिष्टा] એમ કહ્યું છે.
ટીકાઃઅહીં આદાનનિક્ષેપણસમિતિનું સ્વરૂપ કહ્યું છે.
*હિત-મિત = હિતકર અને માપસર