मुनीनां कायमलादित्यागस्थानशुद्धिकथनमिदम् ।
शुद्धनिश्चयतो जीवस्य देहाभावान्न चान्नग्रहणपरिणतिः । व्यवहारतो देहः विद्यते;
तस्यैव हि देहे सति ह्याहारग्रहणं भवति; आहारग्रहणान्मलमूत्रादयः संभवन्त्येव । अत
एव संयमिनां मलमूत्रविसर्गस्थानं निर्जन्तुकं परेषामुपरोधेन विरहितम् । तत्र स्थाने
शरीरधर्मं कृत्वा पश्चात्तस्मात्स्थानादुत्तरेण कतिचित् पदानि गत्वा ह्युदङ्मुखः स्थित्वा
તેના સંગમાં ક્ષાંતિ અને મૈત્રી હોય છે (અર્થાત્ આ સમિતિયુક્ત મુનિને ધીરજ – સહનશીલતા – ક્ષમા અને મૈત્રીભાવ હોય છે). હે ભવ્ય! તું પણ મન-કમળમાં સદા તે સમિતિ ધારણ કર, કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો પ્રિય કાન્ત થઈશ (અર્થાત્ મુક્તિલક્ષ્મીને વરીશ). ૮૭.
અન્વયાર્થઃ — [परोपरोधेन रहिते] જેને પરના ઉપરોધ વિનાના ( – બીજાથી રોકવામાં ન આવે એવા), [गूढे] ગૂઢ અને [प्रासुकभूमिप्रदेशे] પ્રાસુક ભૂમિપ્રદેશમાં [उच्चारादित्यागः] મળાદિનો ત્યાગ હોય, [तस्य] તેને [प्रतिष्ठासमितिः] પ્રતિષ્ઠાપન સમિતિ [भवेत्] હોય છે.
ટીકાઃ — આ, મુનિઓને કાયમળાદિત્યાગના સ્થાનની શુદ્ધિનું કથન છે.
શુદ્ધનિશ્ચયથી જીવને દેહનો અભાવ હોવાથી અન્નગ્રહણરૂપ પરિણતિ નથી. વ્યવહારથી (જીવને) દેહ છે; તેથી તેને જ દેહ હોતાં આહારગ્રહણ છે; આહારગ્રહણને લીધે મળમૂત્રાદિક સંભવે છે જ. તેથી જ સંયમીઓને મળમૂત્રાદિકના ઉત્સર્ગનું ( – ત્યાગનું) સ્થાન જંતુરહિત અને પરના ઉપરોધ રહિત હોય છે. તે સ્થાને શરીરધર્મ કરીને પછી જે પરમસંયમી તે સ્થાનથી ઉત્તર દિશામાં કેટલાંક પગલાં જઈને ઉત્તરમુખે ઊભા રહીને,
૧૨૬ ]