૧૩૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
वरणान्तरायमोहनीयानि तैर्विरहितास्तथोक्ताः । प्रागुप्तघातिचतुष्कप्रध्वंसनासादितत्रैलोक्य-
प्रक्षोभहेतुभूतसकलविमलकेवलज्ञानकेवलदर्शनकेवलशक्ति केवलसुखसहिताश्च । निःस्वेद-
निर्मलादिचतुस्त्रिंशदतिशयगुणनिलयाः । ईद्रशा भवन्ति भगवन्तोऽर्हन्त इति ।
(मालिनी)
जयति विदितगात्रः स्मेरनीरेजनेत्रः
सुकृतनिलयगोत्रः पंडिताम्भोजमित्रः ।
मुनिजनवनचैत्रः कर्मवाहिन्यमित्रः
सकलहितचरित्रः श्रीसुसीमासुपुत्रः ।।9६।।
(मालिनी)
स्मरकरिमृगराजः पुण्यकंजाह्निराजः
सकलगुणसमाजः सर्वकल्पावनीजः ।
स जयति जिनराजः प्रास्तदुःकर्मबीजः
पदनुतसुरराजस्त्यक्त संसारभूजः ।।9७।।
જેઓ ઘન એટલે કે ઘાટાં છે — એવાં જે જ્ઞાનારવણ, દર્શનાવરણ, અંતરાય ને મોહનીય કર્મો
તેમનાથી રહિત વર્ણવવામાં આવેલા; (૨) જે પૂર્વે વાવેલાં ચાર ઘાતિકર્મોના નાશથી પ્રાપ્ત
થાય છે એવાં, ત્રણ લોકને *પ્રક્ષોભના હેતુભૂત સકળવિમળ (સર્વથા નિર્મળ) કેવળજ્ઞાન,
કેવળદર્શન, કેવળશક્તિ ને કેવળસુખ સહિત; તથા (૩) સ્વેદરહિત, મળરહિત ઇત્યાદિ
ચોત્રીશ અતિશયગુણોના રહેઠાણરૂપ; — આવા, ભગવંત અર્હંતો હોય છે.
[હવે ૭૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ પાંચ શ્લોકો કહે છેઃ]
[શ્લોકાર્થઃ — ] પ્રખ્યાત (અર્થાત્ પરમૌદારિક) જેમનું શરીર છે, પ્રફુલ્લિત કમળ
જેવાં જેમનાં નેત્ર છે, પુણ્યનું રહેઠાણ (અર્થાત્ તીર્થંકરપદ) જેમનું ગોત્ર છે, પંડિતરૂપી
કમળોને (વિકસાવવા માટે) જેઓ સૂર્ય છે, મુનિજનરૂપી વનને જેઓ ચૈત્ર છે (અર્થાત્
મુનિજનરૂપી વનને ખિલવવામાં જેઓ વસંતૠતુ સમાન છે), કર્મની સેનાના જેઓ શત્રુ છે
અને સર્વને હિતરૂપ જેમનું ચરિત્ર છે, તે શ્રી સુસીમા માતાના સુપુત્ર (શ્રી પદ્મપ્રભ તીર્થંકર)
જયવંત છે. ૯૬.
[શ્લોકાર્થઃ — ] જેઓ કામદેવરૂપી હાથીને (મારવા) માટે સિંહ છે, જેઓ
*પ્રક્ષોભના અર્થ માટે ૮૩મા પાનાનું પદટિપ્પણ જુઓ.