पदविनतयमीशः प्रास्तकीनाशपाशः ।
जयति जगदधीशः चारुपद्मप्रभेशः ।।१००।।
भगवतां सिद्धिपरंपराहेतुभूतानां सिद्धपरमेष्ठीनां स्वरूपमत्रोक्त म् । निरवशेषेणान्तर्मुखाकारध्यानध्येयविकल्पविरहितनिश्चयपरमशुक्लध्यानबलेन नष्टाष्ट-
[શ્લોકાર્થઃ — ] કામદેવરૂપી પર્વતને માટે (અર્થાત્ તેને તોડી નાખવામાં) જેઓ (વજ્રધર) ઇન્દ્ર સમાન છે, કાન્ત (મનોહર) જેમનો કાયપ્રદેશ છે, મુનિવરો જેમનાં ચરણમાં નમે છે, યમના પાશનો જેમણે નાશ કર્યો છે, દુષ્ટ પાપરૂપી વનને (બાળવા) માટે જેઓ અગ્નિ છે, સર્વ દિશાઓમાં જેમની કીર્તિ વ્યાપી ગઈ છે અને જગતના જેઓ અધીશ (નાથ) છે, તે સુંદર પદ્મપ્રભેશ જયવંત છે. ૧૦૦.
અન્વયાર્થઃ — [नष्टाष्टकर्मबन्धाः] આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, [अष्टमहागुणसमन्विताः] આઠ મહાગુણો સહિત, [परमाः] પરમ, [लोकाग्रस्थिताः] લોકના અગ્રે સ્થિત અને [नित्याः] નિત્ય; — [ईद्रशाः] આવા, [ते सिद्धाः] તે સિદ્ધો [भवन्ति] હોય છે.
ટીકાઃ – સિદ્ધિના પરંપરાહેતુભૂત એવા ભગવંત સિદ્ધપરમેષ્ઠીઓનું સ્વરૂપ અહીં કહ્યું છે.
[ભગવંત સિદ્ધો કેવા હોય છે?] (૧) ૧નિરવશેષપણે અંતર્મુખાકાર, ધ્યાનધ્યેયના વિકલ્પ રહિત નિશ્ચય-પરમશુક્લધ્યાનના બળથી જેમણે આઠ કર્મના બંધને નષ્ટ કરેલ છે એવા;
૧૩૮ ]
૧. નિરવશેષપણે = અશેષતઃ; કાંઈ બાકી રાખ્યા વિના; સંપૂર્ણપણે; સર્વથા. [પરમ-શુક્લધ્યાનનો આકાર