Niyamsar (Gujarati). Shlok: 101-102.

< Previous Page   Next Page >


Page 139 of 380
PDF/HTML Page 168 of 409

 

background image
કહાનજૈનશાસ્ત્રમાળા ]
વ્યવહારચારિત્ર અધિકાર
[ ૧૩૯
कर्मबंधाः क्षायिकसम्यक्त्वाद्यष्टगुणपुष्टितुष्टाश्च त्रितत्त्वस्वरूपेषु विशिष्टगुणाधारत्वात
परमाः त्रिभुवनशिखरात्परतो गतिहेतोरभावात् लोकाग्रस्थिताः व्यवहारतोऽभूतपूर्वपर्याय
प्रच्यवनाभावान्नित्याः द्रशास्ते भगवन्तः सिद्धपरमेष्ठिन इति
(मालिनी)
व्यवहरणनयेन ज्ञानपुंजः स सिद्धः
त्रिभुवनशिखराग्रग्रावचूडामणिः स्यात
सहजपरमचिच्चिन्तामणौ नित्यशुद्धे
निवसति निजरूपे निश्चयेनैव देवः
।।१०१।।
(स्रग्धरा)
नीत्वास्तान् सर्वदोषान् त्रिभुवनशिखरे ये स्थिता देहमुक्ताः
तान् सर्वान् सिद्धिसिद्धयै निरुपमविशदज्ञान
द्रक्शक्ति युक्तान्
सिद्धान् नष्टाष्टकर्मप्रकृतिसमुदयान् नित्यशुद्धाननन्तान्
अव्याबाधान्नमामि त्रिभुवनतिलकान् सिद्धिसीमन्तिनीशान्
।।१०२।।
(૨) ક્ષાયિક સમ્યક્ત્વાદિ અષ્ટ ગુણોની પુષ્ટિથી તુષ્ટ; (૩) વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી
તત્ત્વનાં ત્રણ સ્વરૂપોમાં પરમ; (૪) ત્રણ લોકના શિખરથી આગળ ગતિહેતુનો અભાવ
હોવાથી લોકના અગ્રે સ્થિત; (૫) વ્યવહારથી અભૂતપૂર્વ પર્યાયમાંથી (પૂર્વે કદી નહિ થયેલા
એવા સિદ્ધપર્યાયમાંથી) ચ્યુત થવાનો અભાવ હોવાને લીધે નિત્ય;આવા, તે ભગવંત
સિદ્ધપરમેષ્ઠીઓ હોય છે.
[હવે ૭૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ ત્રણ શ્લોક કહે છેઃ]
[શ્લોકાર્થઃ
] વ્યવહારનયથી જ્ઞાનપુંજ એવા તે સિદ્ધભગવાન ત્રિભુવનશિખરની
ટોચના (ચૈતન્યઘનરૂપ) નક્કર ચૂડામણિ છે; નિશ્ચયથી તે દેવ સહજપરમચૈતન્યચિંતામણિ-
સ્વરૂપ નિત્યશુદ્ધ નિજ રૂપમાં જ વસે છે. ૧૦૧.
[શ્લોકાર્થઃ] જેઓ સર્વ દોષોને નષ્ટ કરીને દેહમુક્ત થઈને ત્રિભુવનશિખરે સ્થિત
અર્થાત્ સ્વરૂપ સંપૂર્ણપણે અંતર્મુખ હોય છે.]
૧. સિદ્ધભગવંતો ક્ષાયિક સમ્યક્ત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહન,
અગુરુલઘુ અને અવ્યાબાધ એ આઠ ગુણોની પુષ્ટિથી સંતુષ્ટઆનંદમય હોય છે.
૨. સિદ્ધભગવંતો વિશિષ્ટ ગુણોના આધાર હોવાથી બહિઃતત્ત્વ, અંતઃતત્ત્વ અને પરમતત્ત્વ એવા ત્રણ
તત્ત્વસ્વરૂપોમાંથી પરમતત્ત્વસ્વરૂપ છે.
૩. ચૂડામણિ = શિખામણિ; કલગીનું રત્ન; ટોચ ઉપરનું રત્ન.