૧૪૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-
(अनुष्टुभ्)
स्वस्वरूपस्थितान् शुद्धान् प्राप्ताष्टगुणसंपदः ।
नष्टाष्टकर्मसंदोहान् सिद्धान् वंदे पुनः पुनः ।।१०३।।
पंचाचारसमग्गा पंचिंदियदंतिदप्पणिद्दलणा ।
धीरा गुणगंभीरा आयरिया एरिसा होंति ।।७३।।
पंचाचारसमग्राः पंचेन्द्रियदंतिदर्पनिर्दलनाः ।
धीरा गुणगंभीरा आचार्या ईद्रशा भवन्ति ।।७३।।
अत्राचार्यस्वरूपमुक्त म् ।
ज्ञानदर्शनचारित्रतपोवीर्याभिधानैः पंचभिः आचारैः समग्राः । स्पर्शनरसन-
છે, જેઓ નિરુપમ વિશદ ( – નિર્મળ) જ્ઞાનદર્શનશક્તિથી યુક્ત છે, જેમણે આઠ કર્મની
પ્રકૃતિના સમુદાયને નષ્ટ કર્યો છે, જેઓ નિત્યશુદ્ધ છે, જેઓ અનંત છે, અવ્યાબાધ છે, ત્રણ
લોકમાં પ્રધાન છે અને મુક્તિસુંદરીના સ્વામી છે, તે સર્વ સિદ્ધોને સિદ્ધિની પ્રાપ્તિ અર્થે હું
નમું છું. ૧૦૨.
[શ્લોકાર્થઃ — ] જેઓ નિજ સ્વરૂપમાં સ્થિત છે, જેઓ શુદ્ધ છે, જેમણે આઠ ગુણરૂપી
સંપદા પ્રાપ્ત કરી છે અને જેમણે આઠ કર્મોનો સમૂહ નષ્ટ કર્યો છે, તે સિદ્ધોને હું ફરીફરીને
વંદું છું. ૧૦૩.
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર ગુણગંભીર છે,
પંચેંદ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩.
અન્વયાર્થઃ — [पंचाचारसमग्राः] પંચાચારોથી પરિપૂર્ણ, [पंचेन्द्रियदंतिदर्पनिर्दलनाः]
પંચેંદ્રિયરૂપી હાથીના મદનું દલન કરનારા, [धीराः] ધીર અને [गुणगंभीराः] ગુણગંભીર; —
[ईद्रशाः] આવા, [आचार्याः] આચાર્યો [भवन्ति] હોય છે.
ટીકાઃ — અહીં આચાર્યનું સ્વરૂપ કહ્યું છે.
[ભગવંત આચાર્યો કેવા હોય છે?] (૧) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય
નામના પાંચ આચારોથી પરિપૂર્ણ; (૨) સ્પર્શન, રસન, ઘ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર નામની પાંચ