घ्राणचक्षुःश्रोत्राभिधानपंचेन्द्रियमदान्धसिंधुरदर्पनिर्दलनदक्षाः । निखिलघोरोपसर्गविजयो- पार्जितधीरगुणगंभीराः । एवंलक्षणलक्षितास्ते भगवन्तो ह्याचार्या इति ।
चंचज्ज्ञानबलप्रपंचितमहापंचास्तिकायस्थितीन् ।
अंचामो भवदुःखसंचयभिदे भक्ति क्रियाचंचवः ।।’’
स्वहितनिरतं शुद्धं निर्वाणकारणकारणम् ।
निरुपममिदं वंद्यं श्रीचन्द्रकीर्तिमुनेर्मनः ।।१०४।।
ઇન્દ્રિયોરૂપી મદાંધ હાથીના દર્પનું દલન કરવામાં દક્ષ ( – પંચેંદ્રિયરૂપી મદમત્ત હાથીના મદના ચૂરેચૂરા કરવામાં નિપુણ); (૩-૪) સમસ્ત ઘોર ઉપસર્ગો પર વિજય પ્રાપ્ત કરતા હોવાથી ધીર અને ગુણગંભીર; — આવાં લક્ષણોથી લક્ષિત, તે ભગવંત આચાર્યો હોય છે. એવી રીતે (આચાર્યવર) શ્રી વાદિરાજદેવે કહ્યું છે કેઃ —
‘‘[શ્લોકાર્થઃ — ] જેઓ પંચાચારપરાયણ છે, જેઓ અકિંચનતાના સ્વામી છે, જેમણે કષાયસ્થાનોને નષ્ટ કર્યાં છે, પરિણમતા જ્ઞાનના બળ વડે જેઓ મહા પંચાસ્તિકાયની સ્થિતિને સમજાવે છે, વિપુલ અચંચળ યોગમાં ( – વિકસિત સ્થિર સમાધિમાં) જેમની બુદ્ધિ નિપુણ છે અને જેમને ગુણો ઊછળે છે, તે આચાર્યોને ભક્તિક્રિયામાં કુશળ એવા અમે ભવદુઃખરાશિને ભેદવા માટે પૂજીએ છીએ.’’
વળી (આ ૭૩મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છે)ઃ —
[શ્લોકાર્થઃ — ] સકળ ઇન્દ્રિયસમૂહના આલંબન વિનાનું, અનાકુળ, સ્વહિતમાં લીન, શુદ્ધ, નિર્વાણના કારણનું કારણ ( – મુક્તિના કારણભૂત શુક્લધ્યાનનું કારણ),