अध्यापकाभिधानपरमगुरुस्वरूपाख्यानमेतद् ।
अविचलिताखंडाद्वैतपरमचिद्रूपश्रद्धानपरिज्ञानानुष्ठानशुद्धनिश्चयस्वभावरत्नत्रयसंयुक्ताः ।
जिनेन्द्रवदनारविंदविनिर्गतजीवादिसमस्तपदार्थसार्थोपदेशशूराः । निखिलपरिग्रहपरित्यागलक्षण-
निरंजननिजपरमात्मतत्त्वभावनोत्पन्नपरमवीतरागसुखामृतपानोन्मुखास्तत एव निष्कांक्षाभावना- सनाथाः । एवंभूतलक्षणलक्षितास्ते जैनानामुपाध्याया इति ।
મુનિનું નિરુપમ મન (ચૈતન્યપરિણમન) વંદ્ય છે. ૧૦૪.
અન્વયાર્થઃ — [रत्नत्रयसंयुक्ताः] રત્નત્રયથી સંયુક્ત, [शूराः जिनकथितपदार्थदेशकाः] જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને [निःकांक्षभावसहिताः] નિઃકાંક્ષભાવ સહિત; — [ईद्रशाः] આવા, [उपाध्यायाः] ઉપાધ્યાયો [भवन्ति] હોય છે.
ટીકાઃ — આ, અધ્યાપક (અર્થાત્ ઉપાધ્યાય) નામના પરમગુરુના સ્વરૂપનું કથન છે.
[ઉપાધ્યાયો કેવા હોય છે?] (૧) અવિચલિત અખંડ અદ્વૈત પરમ ચિદ્રૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન અને ૨અનુષ્ઠાનરૂપ શુદ્ધ નિશ્ચય-સ્વભાવરત્નત્રયવાળા; (૨) જિનેંદ્રના મુખારવિંદથી નીકળેલા જીવાદિ સમસ્ત પદાર્થસમૂહને ઉપદેશવામાં શૂરવીર; (૩) સમસ્ત પરિગ્રહના પરિત્યાગસ્વરૂપ જે નિરંજન નિજ પરમાત્મતત્ત્વ તેની ભાવનાથી ઉત્પન્ન થતા પરમ વીતરાગ સુખામૃતના પાનમાં સન્મુખ હોવાથી જ નિષ્કાંક્ષભાવના સહિત; — આવાં લક્ષણથી લક્ષિત, તે જૈનોના ઉપાધ્યાયો હોય છે.
[હવે ૭૪મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્લોક કહે છેઃ]
૧૪૨ ]
૧શમ-દમ-યમનું નિવાસસ્થાન, મૈત્રી-દયા-દમનું મંદિર (ઘર) — એવું આ શ્રી ચંદ્રકીર્તિ-
૧. શમ = શાંતિ; ઉપશમ. દમ = ઇન્દ્રિયાદિનું દમન; જિતેંદ્રિયતા. યમ = સંયમ.
૨. અનુષ્ઠાન = આચરણ; ચારિત્ર; વિધાન; અમલમાં મૂકવું તે.